________________
થતો જાય છે. બાહ્ય પ્રવૃત્તિમાં રસપૂર્વક રાચતો નથી. સ્વજન આદિ સંબંધોમાં નિઃસ્પૃહ સ્નેહ વડે વ્યવહાર નિભાવે છે.
સામાયિક આદિ અનુષ્ઠાનો દોષરહિત જાગૃતપણે કરે છે, નિત્ય નિત્ય ઉત્તમ ભાવનાઓ વડે ચારિત્રશુદ્ધિને સાધે છે.
તે રોજ આ રીતનો વિચાર કરે છે કે આ સંસારમાં શ્રમણ ભગવંતો ધન્ય છે કે જે આજીવન સુવિશુદ્ધ સામાયિક કરે છે. હું પણ તેમની જેમ ક્યારે શ્રમણ થઈ જીવન પર્યત સાધુપણે વિચરીશ? આ સંસાર કયા કારણથી પરિચય કરવા યોગ્ય છે ! પૂર્વકાળથી આજ સુધીમાં સંસારથી હું શું પામ્યો!
શ્રીપાળકુમાર સાધક હતા. તેમની મનોદશાનો તમે ક્યારેય અભ્યાસ કર્યો? રાસ સાંભળ્યો. ઓહો હો હો.. નવ રાજ્ય, નવ રાણીઓ અને ઘણું બધું નવલાખ ને નવ કરોડ, પણ શ્રીપાળ માટે એ સાધક હતું કે બાધક ? આવી સમૃદ્ધિ સાંભળતા તમારું મન ભરાઈ જાય, ઓહો આવી સમૃદ્ધિ ? શ્રીપાળે કેવળ શ્રી સિદ્ધચક્રપૂજન કર્યું કે ભણાવ્યું ન હતું. પણ પચાવ્યું હતું કે સુખમાં સમભાવ દુઃખમાં વિશેષ સમભાવ.
ધવલે દરિયામાં પધરાવી દીધા, ધક્કો લાગતાંની સાથે હૃદય અને ચક્ષુમાં શ્રી સિદ્ધચક્કજી ધારણ થયા. એટલે જલતરણી વિદ્યાઓ કાર્યશીલ થઈ ગઈ. જહાજમાં બેઠેલી બે રૂપવતીઓ પ્રત્યે ન રાગ, અને દરિયામાં ધકેલી દેનાર ધવલ પ્રત્યે ન દ્વેષ આવી માધ્યસ્થ ભાવનાના બળે પુણ્ય બચાવી લીધા.
વળી ધવળ સામે આવ્યો ત્યારે સમતાની પણ ચરમસીમા જ ને ! તેને જોઈને એક રૂંવાડામાં પણ વિષમ ભાવ, ભૂતકાળના પ્રસંગની સ્મૃતિ કે સત્તાનો કોઈ મદ, ન હતો, પણ અપકારી પર ઉપકાર, હાર્દિક બહુમાન, આ . પ્રસંગો મળે છતાં સમતા જ સમતા. સાધકની મનોદશા સ્વપ્નમાં પણ અકારીનો ઉપકાર જ ઇચ્છે.
આ સાધકનું લક્ષ મહાત્માઓના ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન પ્રત્યે છે. એ ઘણા સામાયિક કર્યા પછી મળેલું મૂલ્યવાન ભેટહ્યું છે. લક્ષ ચૂકયા વગર પ્રારબ્ધ કર્મને ન્યાય આપે છે. સદા જાગૃત અને પ્રસન્નચિત્ત છે. આત્મસ્વરૂપનો જેને નિર્ણય છે તે સદ્ગુરુની આજ્ઞાનો ધારક છે. ભૂમિકા અનુસાર સાધનાયોગ છે. સૌના સુખમાં રાજી છે. તેનું શું અહિત હોય?
સામાયિકયોગ,
ગઃ ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org