________________
નથી પરમતત્તની પ્રાપ્તિ કહે છે કે ભાઈ ન
૩૩. સામાયિક–યોગી મહાત્માનું : યોગી સમત્વબુદ્ધિવાળો છે, ભોગી ચંચળવૃત્તિવાળો છે. યોગી સંસારના કોઈ પ્રયોજનમાં હોવા છતાં નિર્લેપ રહી શકે છે. વિકારજનિત સ્થિતિમાં તે નિર્વિકારી રહી શકે છે, વાસનાનો જય એ યોગીના આત્મજ્ઞાનની ફળશ્રુતિ છે.
સમાધિસ્થ યોગી તેમના લક્ષણોથી માનનીય છે. મોહરૂપી પ્રજ્વલિત આગમાં પણ તે શીતળ હોય છે. વિષયોના વિષથી મુક્ત અમૃતનું આસ્વાદન કરે છે. સના ભાનવડે સમત્વમાં રહે છે, જ્ઞાન વડે આનંદમય રહે છે. તેઓ નિરંતર સ્વાત્મ મહિનામાં મસ્ત રહે છે. તે તેમનું સામાયિક છે.
જ્ઞાનીઓ તેથી જ કહે છે કે ભાઈ! યુવાની યોગ માટે છે, ભોગ માટે નથી. પરમતત્ત્વની પ્રાપ્તિનો પુરુષાર્થ એ યુવાનીનું કર્તવ્ય છે. પરપદાર્થોની પ્રાપ્તિ માટે યુવાનીના સામર્થ્યનો દુરુપયોગ એ અપરાધ છે. ભોગ રહિત જીવવું તે જ્ઞાનપ્રકાશ છે. વાસ્તવિક જીવન છે.
રત્નચિંતામણિ તુલ્ય યુવાની પરંપદાર્થની પ્રાપ્તિની મૂચ્છમાં વેડફાઈ જાય છે. જીવનની અણમોલ પળો સ્વભાવના અભાવથી ભરવી તે બુદ્ધિમાનનું કાર્ય નથી. એ માનવ આત્મનિષ્ઠ થઈ શકે નહિ.
સમ્યગૂજ્ઞાન દર્શનાદિ અવસ્થાઓ કષાય કે સંકલેશ પરિણામોનો નાશ કરનાર છે. અને નિરૂપમ સુખના હેતુરૂપ છે, તેથી તેને રત્નચિંતામણીતુલ્ય માની છે. કારણ કે સમભાવનો પરિણામ અચિંત્ય પ્રભાવશાળી છે. જીવને પાપમૂલક સાવદ્ય પાપોથી નિવૃત્ત કરે છે, અને નિરવદ્ય અહિંસાદિ યોગોનું સેવન થાય છે. સાવદ્ય પાપવ્યાપારથી મુક્ત થવાની પ્રતિજ્ઞા મૈત્રીભાવની દ્યોતક છે. નિર્વદ્ય યોગોનું સેવન સમત્વભાવનો હેતુ છે. જેમાં અહિંસા ધર્મનું પાલન છે. યોગીનું એ જીવન છે, સામાયિક છે.
આવા ઉત્તમ સામાયિકની પ્રતિજ્ઞાના પ્રરૂપક શ્રી સર્વજ્ઞ તીર્થંકર છે, અને તેને સૂત્રમાં અવતરણ કરનાર ગણધરો છે. જનસમૂહમાં ખ્યાતિ અપાવનાર શ્રી મુનિશ્વર છે. જેઓ સ્વયે સામાયિક વ્રતથી આજીવન પ્રતિજ્ઞાબદ્ધ છે. નિરવદ્ય યોગોના પાલન કરનાર યોગી છે. એ યોગીઓને મોક્ષસુખ પણ ત્યાર પછી છે, પ્રથમ તેઓ સમતા – પ્રશમરસના સુખમાં નિમગ્ર થાય છે. સમતા –
૧૧૦ :
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org