________________
સંપૂર્ણ નિરોધ થઈ, એક સમય માત્રમાં જીવ સિદ્ધાવસ્થાને વરે છે.
સિદ્ધાવસ્થા એટલે કર્મ કલંક રહિત પૂર્ણ સ્વરૂપ દેહરહિત કેવળ શુદ્ધ ચૈતન્ય, સ્વરૂપ રમણતામાં અનંતકાળ પર્વત સમાધિ સુખમાં રહે છે. જે પદ કે સુખનું વર્ણન સ્વયં સર્વજ્ઞ પણ પૂર્ણપણે કહી શક્યા નથી.
ચારે ગતિમાં સામાયિકથી આવી અનુપમ સિદ્ધિ કેવળ મનુષ્યદેહમાં રહેલી ચેતનામાં જ સંભવ છે. મનુષ્યદેહ પામીને જો આ સિદ્ધિ પ્રાપ્ત ન કરી તો દુઃખદ સ્થિતિથી છુટકારો થશે નહિ. માટે શાશ્વત સુખ સુધી પહોંચાડનાર દોષ રહિત શુદ્ધ સામાયિકની આરાધના કરીને જન્મને કૃતાર્થ કરીએ. એવા અવસરને પામીયે.
- -- - - - -– – – – – – – – – – – – –
રાગ શું છે ? પર પદાર્થ સાથે ઈષ્ટ બુદ્ધિથી જોડાવું તેનું નામરાગ. રાગ રાગ જેવો બગાડ છે. કર્મનું આવરણ એ અશુદ્ધિ છે. મીઠાઈને બોક્સમાં પેક રાખવી તે આવરણ છે. અને અંદર બગડી જવી તે વિકાર છે. મોહનીય કર્મની પ્રકૃતિ તે આવરણ છે, ચગના પરિણામ થવા તે બગાડ છે, વિાર છે.
જીવોને વસ્ત્રનો, પવનો, ગૃહનો કચરો કેમ કાઢવો તે આવડે છે. તે બધું કેમ વ્યવસ્થિત રાખવું તે આવડે છે. પણ આત્માને કેમ રાખવો, કેમ રક્ષવો તે આવડતું નથી.
જીભનાં બે કાર્ય છે, બોલવું અને આરોગવું. જ્યારે જીભ રસપદાર્થમાં સ્વાદ લે છે ત્યારે બોલી શકાતું નથી. તેમ ઉપયોગ આત્મભાવમાં તરબોળ થાય છે, ત્યારે વિકલ્પ ઊઠતા નથી.
મોહ સહિત જ્ઞાન જેમ અજ્ઞાન છે તેમ અહંમ સહિતનું જ્ઞાન શેયાકાર હોવાથી બહારમાં ભટકે છે, અહંશૂન્ય જ્ઞાન | આનંદમાં ડૂબે છે.
પ્રેમનો વિકર ચગદ્વેષ છે. આનંદનો વિકાર સુખ-દુઃખ છે. જ્ઞાનનો વિકાર અજ્ઞાન છે. વીતરાગતાની વિકૃતિ મોહ છે. મોહનો નાશ વૈરાગ્યથી છે. સામાયિક વૈરાગ્યનું બીજ છે.
- - - - - - - - - - - ---- ---- - સામાયિક્યોગ
ક ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org