________________
પ્રશમરસની અનુભૂતિ એ તેમનો ઉત્સવ છે. જે એવા પ્રશમરસથી આત્માના ઉપયોગને ભરી શકતા નથી, તે વિષમતાયુક્ત બાહ્ય પ્રવૃત્તિમાં સમય ગુમાવે છે. જે આવા સમતારસ-પ્રશમરસનો અનુભવ નથી લેતા તેમને મોક્ષ દૂર છે.
“દૂરે મોક્ષસુખં પ્રત્યક્ષ પ્રશમસુખમ.” યોગી જ્યારે પ્રશમરસમાં સ્નાન કરે છે ત્યારે તેમને મોક્ષનું સુખ પરોક્ષ જણાય છે, પરંતુ પ્રશમરસનું સુખ પ્રત્યક્ષ લાગે છે. પ્રશમરસમાં ડૂબેલા યોગીને બધી પ્રતિકૂળતાઓ પણ ઉપકારક બને છે. કારણ કે યોગી પરપદાર્થના પરિણામમાં મૂંઝાતો નથી, ઉદયને આધીન થતો નથી, ઉદયને જાણે છે, એટલે કર્મ નિર્ભર છે, તેથી તેવી પરિસ્થિતિ તેમને ઉપકારક છે. - સાધક પણ પોતાને જેના વડે દુઃખ લાગે છે તેવી પ્રતિકૂળ કે વિરોધી પ્રવૃત્તિ અન્ય પ્રત્યે આચરતો નથી. જેને આવા ધર્મમાં રુચિ છે તેમણે પરહિતચિંતા, મૈત્રીભાવ, અહિંસા ત્રણે મળીને સમતાને અગ્રીમ સ્થાન આપવું પડશે. જે સામાયિકના માહાસ્યથી, બોધથી કે પરિણામથી આવશે.
“નિરવર્મિદ શેય એકાંતેનૈવ તત્ત્વતઃ
કુશલાશયરૂપતાતુ સર્વયોગ વિશુદ્ધિતા" કુશલ આશયરૂપ હોવાથી અને સર્વયોગની વિશુદ્ધિ હોવાથી આ સામાયિકનો પરિણામ તાત્ત્વિક અને એકાંતે નિરવદ્ય છે.
સામાયિકના અનુષ્ઠાન સમયે સ્થાવર જીવોની રક્ષા થાય છે. શરીરની હલન ચલનની ચેષ્ટાઓમાં સાવધ રહેવું પડે છે. અને મનમાં સમભાવ રાખવો પડે છે. અર્થાત ઘણું ઉપયોગપૂર્વકનું જીવન જીવવાનું બને છે. તેમાં અહિંસાદિ ધર્મનું પાલન થઈ જાય છે. અને આત્મ પ્રત્યેની શુદ્ધ દષ્ટિ કેળવાય છે. યોગીની એ મસ્તી છે. એટલે યોગીનું સમત્વ એ સત્ત્વ છે.
સામાયિક્યોગ છે
જ ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org