________________
સામાયિક, વિધિ જેટલું કે નવમા વ્રત જેટલું મર્યાદિત નથી. સામ-સમ સમ્મ જેવા ભેદથી તે આત્મ પરિણામ છે. નિશ્ચયથી આત્મા અને સામાયિક અભિન્ન છે. તેની સાધના ભેદભેદ છે. સમ્મ પરિણામમાં તો સંસાર અને મોક્ષનો પણ વિકલ્પ નથી. સમ્યગ્દર્શનાદિનો પણ વિકલ્પ નથી. ત્રણેથી સમાપ્તિ છે. આમ નિશ્ચયદષ્ટિથી સામાયિક એ આત્મ પરિણામ છે. પરંતુ સમ્મરૂપે, આત્મક્ય ન સધાય ત્યાં સુધી વ્યવહારનયની અપેક્ષાએ સામાયિકના અનેક ભેદ દર્શાવ્યા છે તે સર્વે નિશ્ચયધર્મને અનુસરીને છે.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ગુરૂઆશાએ વર્તી જે સામાયિક કરે છે, તે શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ આદરણિય છે. જેમ જેમ જીવ ગુણસ્થાનકમાં આગળ વધતો જાય, તેમ સમતા, સમભાવ, મધ્યસ્થભાવ, તૂલ્યભાવ, જેવી ભૂમિકા આવે, ઉપયોગ સ્થિરતા પામે, જગતના પદાર્થો પ્રત્યે તીવ્ર ઉદાસીનતા આવે સામાયિક સ્વરૂપ પરિણામ બને ત્યારે નિશ્ચયધર્મ પરિણામ પામે, તે અનુભવગમ્ય હોય છે.
જે સર્વશના વચનાનુસારી આરાધન નથી કરતો તે સન્માર્ગને પાત્ર બનતો નથી. કારણ કે શાસ્ત્રકથન છે. કે સામાયિક દ્વાદશાંગીનું સંક્ષિપ્ત રૂપ છે. છ આવશ્યકનું મૂળ છે. સમતા પરિણામરૂપ સામાયિક અતિન્દ્રિય છે તેથી અનુભવગમ્ય છે. જે નિજાનંદનું રહસ્ય છે. આવા સામાયિકનું આરાધન અવશ્ય કરવું.
સ્વરૂપની રમણતારૂપ સામાયિક વિશિષ્ટ પ્રકારના મુનિઓનું છે. સચ્ચિદાનંદ - સ્વરૂપની એકતામાં લીન મુનિ મોક્ષસુખના રસાસ્વાદનું પાન કરે છે. સમતામાં મગ્ન મુનિને હવે મોક્ષની અભિલાષા પણ રહેતી નથી. આત્મસ્વભાવરૂપ રમણતા તે ભાવ ચારિત્ર છે. જે તીર્થકર ભગવાનમાં પ્રત્યક્ષ હોય છે. એથી તીર્થકર સર્વ પ્રથમ “કરેમિભંતે સૂત્ર” દ્વારા સામાયિક ધર્મ આપે છે. આથી જિનાજ્ઞા એ સાધક માટે આરાધના છે. સર્વવિરતિ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે.
પ્રથમ સામાયિકની ફલશ્રુતિ ઉપયોગની વિશુદ્ધિ છે. ઉપયોગ વિશુદ્ધતર થતો જાય છે. આમ ઉપયોગ અને સામાયિક અન્યોન્ય સહાયક છે. સમતાથી ઉપયોગ વિશુદ્ધ પામે છે, અને વિશુધ્ધ ઉપયોગ વડે સામાયિક શુદ્ધ બને છે. ત્યાર પછી બાનાવસ્થામાં આરાધક આરૂઢ થાય છે. સામાયિકયોગ
* ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org