________________
કર્યો છે, તેઓ બાહ્ય પ્રપંચથી દૂર રહે છે. તેઓ પાપમૂલક ક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્ય સંયમ સાથે સવિશેષ અભ્યતર સંયમના આરાધક છે. જે ભૂમિકાએ જે ગુણસ્થાને જે ક્રિયા હોય છે તેના પરિમિત કાલમાં વર્તતા હોય છે. છતાં નિશ્ચયથી નિજસ્વરૂપમાં જ સ્થિતિરૂપ ચિન્મય સમાધિમાં હોય છે. વ્યવહારથી પંચાચારનું પાલન કરે છે. પરિગ્રહના પ્રપંચથી સર્વથા મુક્ત રહે છે.
સદ્દગુરુ કૃપા વડે પ્રાપ્ત નિજસ્વરૂપના બોધમાં રક્ત, સંયમ નિયમમાં પોતાનો જ આત્મા લક્ષયુક્ત હોય છે. એવા મુનિ પદ્રવ્યના સંયોગાદિથી મુક્ત સમ્યગ્દષ્ટિ વીતરાગ ચારિત્રવંતનું સામાયિકવ્રત સ્થાયી છે.
સ્વભાવ પરિણામરૂપ મુનિની દશા વિધિ-નિષેધના વિકલ્પથી મુક્ત આત્મતત્ત્વના આલંબનને કારણે સમરસરૂપ છે. આત્મજ્ઞાન દ્વારા પાપસમૂહરૂપી અંધકારનો નાશ કરી જેઓ આત્માનંદની નિકટ છે. તે મુનિને રાગાદિ જેવા દુષ્ટભાવોનું કે આર્તરૌદ્રધ્યાનનું વર્જન છે, તે પ્રકારો તેમને ચલાયમાન કરી શકતા નથી. એ પ્રકારે તેમનું સામાયિક સ્થાયી છે.
સમરસી ભાવપૂર્વકના મુનિના સામાયિકથી શુભાશુભ આશ્રવનું વર્જન થાય છે. કષાયથી વિરક્ત થયેલા તે મુનિ નોકષાયથી વિરામ પામે છે. તેવા મુનિનું મોહભાવ વિરક્ત સામાયિક શાશ્વત હોય છે.
તે મુનિ સર્વથા જ્ઞાન સ્વરૂપને ભજતા, કેવળજ્ઞાન - નિરાવરણજ્ઞાનના અભિલાષી સદા આત્માનું ધ્યાન ધરે છે. એવી સમાધિ જેનું લક્ષણ છે તે શાશ્વત સામાયિક વ્રત છે. તે સામાયિક સ્થાયી છે. તે પરમસમાધિ છે.
“ન વત્ર દુઃખ ન સુખ ન ચિન્તા, ન રાગ દ્વેષો નચ કાચિદિચ્છા, રસ સ, શાંત કથિતો મુનીન્ટ સર્વેષ ભાવેષ સમપ્રમાણ.”
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org