________________
વગરનો પરિસ્થિતિનો સ્વીકાર તે સમતા છે. તેના અભ્યાસ માટે અવલંબનની આવશ્યકતા છે.
જો જીવનનું લક્ષ્ય શાંતરસ કે સામાયિક હશે તો દુ:ખને પચાવવું સહજ બનશે; અને તેમાંથી નવી શક્તિનું નિર્માણ થશે. પુનઃ પુનઃ તેમ કરવાથી પૂર્ણ પ્રકાશનો અધિકાર જામશે. મનુષ્યનું જીવન એટલે પરમાત્મા બનવાની કાચી સામગ્રી, એને સામાયિક જેવા ધર્મ દ્વારા વ્યવસ્થિત કરવાની છે. જે જે જ્યાં યોગ્ય છે તે કરવાનું છે. સ્વભાવમાં સ્થાપિત થવાનું છે.
સામાયિક ધર્મ એટલે સાત્ત્વિક - તાત્ત્વિક અને યથાર્થપણે જીવન જીવવાનો, મુક્ત થવાનો અભ્યાસ. સામાયિક ધર્મ વડે સર્વત્ર આત્મતુલ્ય ભાવનાથી હૃદય ભરપૂર થાય ત્યારે ચિત્તની પ્રસન્નતાનું સુખ અવર્ણનીય છે. સંસાર છતાં જાણે કંઈ લેવાદેવા નહિ. મુક્તિ, મુક્તિ, મુક્તિ.
નિકૃષ્ટ ભૂમિકાએ નિગોદમાં એક જ ક્ષેત્રમાં સૂક્ષ્મ શરીર ધારીને ભીડાઈને રહ્યો હતો. ઉત્કૃષ્ટ ભૂમિકાએ એક જ અવગાહનમાં અનંત સિધ્ધના જીવો અશરીરપણે હોય છે. એક અવસ્થા અત્યંત અંધકારમય અને બીજી અવસ્થા અત્યંત સ્વયં-પ્રકાશમય. એકની અવસ્થા અત્યંત દુઃખદાયક છે. સિદ્ધની અવસ્થા અનંત અત્યંત સુખદાયક છે. બંને અવસ્થાની વચમાં જે કાળ-ગાળો ગયો તેની કલ્પના અકથ્ય છે. કેવળીગમ્ય છે. મહા ઉત્ક્રાંતિ છે.
જીવને આવાં રહસ્યો સમજાય, તેનો બોધ પરિણામ પામે તો આ સંસારમાં ઘડી એક રહેવું તેને માટે મુશ્કેલ બને ખરું ! માટે જ્ઞાનીઓ કહે છે હે ભવ્યાત્માઓ! તમે મૈત્રી આદિ ભાવનાઓનું નિત્ય ભાવન કરો તો સમભાવ તમારા ચિત્તનું પરિણામનું રસાયણ બનશે. અનિત્યાદિ ભાવના વડે, વૈરાગ્ય વડે, વાસિત કરો. જેથી ચિત્તની સમતુલા જળવાશે, સમાધિભાવ સાધ્ય બનશે.
ભક્તિ વડે જીવને મધુર પરિણામમાં સ્થાયી કરો. જીવન આનંદપ્રદ બનશે. સત્સંગ વડે જીવને સંસારના મોહથી અસંગ બનવું સરળ બનશે. આવા સર્વ ઉપાયોનું મૂળ સમભાવ છે. જે સામાયિક જેવા પરિણામથી સરળ અને સુગમ છે.
અનાદિકાળથી ભીડમાં રહીને તે શું મેળવ્યું? કદાચ તને ભૂતકાળની ભૂતાવળનું ભાન (જ્ઞાન) ભલે ન હોય પણ વર્તમાન નો વિચાર કર કે તે શું મેળવ્યું છે !
સામાયિકયોગ
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org