________________
(૧૯) સામાયિક વ્રતનો મર્મ : સામાયિક ચારિત્રનું અંગ છે, તેની પ્રસિદ્ધિ શ્રાવકના નવમા વ્રતથી પ્રારંભ થઈ. ગુણસ્થાનક પ્રમાણે વિકાસ પામી, પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. પ્રથમ ભૂમિકામાં વ્રતપણે આચારમાં આવે છે. અંતમાં વીતરાગતામાં પરિણમી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. એ જ એ વ્રતનો મર્મ છે.
વતનો અર્થ છે પુદ્ગલના પરિચયનો સંક્ષેપ કરવો. પાપાદિ પ્રવૃત્તિઓથી અટકવું. પછી તે સમિતિ કે ગુપ્તિ દ્વારા, પરિષહ કે ક્ષમાદિ ધર્મ દ્વારા, ચારિત્ર કે બાર અનપેક્ષા દ્વારા હો, પણ અટકો, આશ્રવનો નિરોધ અને સંવરની આરાધના એ આ વ્રતનો મર્મ છે. અહીં મુનિધર્મની મુનિના સામાયિકની વિશેષતા છે.
જ્યારે શ્રાવક માટે પરિમાણ, (મર્યાદા) વિરમણ પાછા વળવું, સંક્ષેપ કરવાની પદ્ધતિ છે. શ્રાવક કે મુનિ કોઈ પણ વ્રત વગર ન હોય. મનાદિ યોગોનો સ્વૈરવિહાર ન હોય. પરંતુ યથાર્થ સંયમ હોય. આંતરિક દોષોની ક્ષીણતા હોય. બહારમાં સુઘડતા વધતી જાય. ક્રિયાદિ વધતાં જાય અને આંતરિક અવસ્થા એની એ જ રહે તો વ્રતી અને અર્વાતીમાં શું અંતર રહે?
વતી વાસ્તવમાં પાંચમા ગુણસ્થાનકે છે. એટલે તે ગૃહસ્થ છતાં સાધુ જીવનના ધ્યેયવાળો છે. આંતરિક રીતે અનાસક્ત થતો જાય છે. બહારમાં પદાર્થોનું કે પ્રસંગોનું પરિમાણ (સંક્ષેપ) કરતો જાય છે. જેથી મનોયોગ, શુભધ્યાનમાં ટકી શકે, વચનયોગ હિત અને મિત છતાં મર્યાદિત હોય. કાયયોગની નિરર્થક પ્રવૃત્તિ વર્યું હોય.
આમ ગૃહસ્થ-વ્રતી થયો એટલે તેનું બધું જ અલ્પ, અલ્પભાષી, અલ્પ આરંભી, અલ્પ પરિચયી, પરપદાર્થોમાં અલ્પ આવકારી. એનું સામાયિક કેવું હોય ! સર્વજ્ઞ વીતરાગ ભગવાન મહાવીર જેમનું સામાયિક પૂર્ણ હતું. છતાં શ્રેણિકને પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ કેવું ઉચ્ચકોટિનું છે તે સમજાવ્યું. તેના કારણમાં કંઈ એકલું સામાયિક વ્રત જ નહોતું, પરંતુ બીજા વ્રતોનું પણ બળ તેની સાથે હતું, બધું જ અલ્પ હતું તેથી સામાયિકમાં તેમની યોગઉપયોગની સ્થિરતાનું બળ હતું.
સામાયિકયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org