________________
સંત થઈ જાવ ત્યાં સુધી તેની આજ્ઞામાં રહેજો. કા૨ણ આ શલ્ય છૂપા શત્રુ જેવા છે. વળી કંઈક મીઠાશ આપે છે. એટલે જીવ તેની મોહિનીમાં ફસાય છે.
વ્રતી કદાચ બહાર વ્રત પાળતો હોય પણ જો તેના અંતરમાં દોષ હશે તો ઘણા સમયના આદરેલા વ્રત પણ વ્યર્થ જવા સંભવ છે માટે નિઃશલ્યો વતી. માયાશલ્ય : ચિત્તમાં કપટ અને બાહ્યાડંબરમાં નિર્દોષતાનો દેખાવ તે માયાશલ્ય. માયાશલ્ય રહિત, ચિત્તની સરળતા, મનની મીઠાશ, વાણીમાં મધુરતા, શરીરની ચેષ્ટા સૌમ્ય, અને મન નિષ્કપટ, એમ માયારહિત વ્રતી હોય છે. વ્રતીની ચર્યા નિર્દોષ હોવાથી એને કંઈ કરવામાં અને કહેવામાં ભેદ નથી. વિચાર અને આચારનો ભેદ નથી. વાણી અને વર્તનનો ભેદ નથી. એની કિતાબ ખુલ્લી છે, તેને કંઈ છુપાઈને કરવાનું નથી.
એ વ્રતી અનંત સંસારના સંક્ષેપની રીત જાણે છે. તેથી માયાના દોષથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. તે તેના વ્રતનો મર્મ છે.
નિદાનશલ્યથી મુક્ત વ્રતી : નિદાનશલ્ય એટલે ધર્મઅનુષ્ઠાન તપાદિના બદલામાં દુન્યવી સુખની લાલસા-માંગણી. વ્રતી બાહ્ય વ્રત તપાદિનો આરાધક છે. સાથે સાથે અંતરમાં ધન-વૈભવ કે અન્ય પ્રકારના સુખની આકાંક્ષાઓથી મુક્ત છે. પુણ્યયોગે એવો સંયોગ થાય તો પણ તેમાં એકતા થતી નથી. અને વ્રતાદિના બદલામાં કંઈ પણ પૌદગલિક પદાર્થ મેળવવા ઇચ્છતો પણ નથી. દોષ, આસક્તિ કે બાહ્ય રિદ્ધિસિદ્ધિ મેળવવાના નિદાનથી મુક્ત છે.
મિથ્યાત્વ શલ્ય રહિત વ્રતી : અઢાર પાપસ્થાનકમાં ૧૭ પાપસ્થાનકોનું મૂળ ૧૮મા પાપસ્થાનકમાં જણાવ્યું છે તે મિથ્યાત્વ જાય તો પેલાં ૧૭ પાપ પલાયન થાય છે.
મિથ્યાત્વ શલ્યઃ મિથ્યાત્વઃ વિપર્યાયબુદ્ધિ. વિપરીત વર્તન કે શ્રદ્ધાનું જ્યાં સુખ નથી ત્યાં સુખનો ભાવ કરી તેમાં પ્રવૃત્ત થયું. પ્રભુના દર્શાવેલા માર્ગથી વિપરીત ચાલવું. આત્મા-પરમાત્મા પ્રત્યે અનાદર થવો. જગતના જીવો સાથે અસમાનભાવ રહેવો. એકાંત આગ્રહ કદાગ્રહને જ સાચું માનવું. આમ જીવ મિથ્યાભાવરૂપી દોષમાં ફસાયેલો છે. છતાં તેમાં દોષ માનતો નથી તે મિથ્યાત્વ શલ્ય છે. તેવી સર્વભાવોથી મુક્ત સામાયિક વ્રતનો આરાધક નિઃશસ્યો વ્રતી છે. અને એ જ આ વ્રતનો મર્મ છે. સામાયિકનો આરાધક મિથ્યાત્વભાવથી
સામાયિકયોગ
* ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org