________________
વ્રતીમાં આંશિક શુદ્ધિ થતી જાય છે. અને તેના લક્ષમાં શુદ્ધસ્વરૂપ રહ્યું છે. એટલે પેલી આંશિક શુદ્ધિમાં તેને પેલી અશુદ્ધતા જોઈ શકે છે અને ચારિત્ર શુદ્ધિ દ્વારા એ અશુદ્ધિને દૂર કરે છે. આંશિક જ્ઞાન અને દર્શનની શુદ્ધિનું માહાત્મ્ય એવું છે કે તેને આગળનો માર્ગ બતાવે છે. “એક ડગલું બસ થાય”
વ્રતીના હૃદયમાં વ્રતનો મર્મ બરાબર જડાઈ ગયો છે, એટલે તે ૫રદોષદર્શનને ટાળે છે. તે પ્રત્યે સાવધાન છે. પેલી શુદ્ધિ અંશે તેને વિભાવદશાનું ભાન કરાવે છે. તેથી વ્રતીની વિભાવદશા ઘટતી જાય છે, અને સ્વભાવદશા ખૂલતી જાય છે. આંશિક શુદ્ધિ દર્પણ બની જાય છે. આ વાસ્તવિક સામાયિકના વ્રતનો મર્મ છે. ચોથા ગુણ સ્થાનકથી સાધકની આવી દશાનો પ્રારંભ થાય છે.
શાસ્ત્રાનુસાર દેશવિરતિપદે વ્રતનો પ્રારંભ થાય છે. તે પહેલા વ્રત એટલે વૃત્તિ સંક્ષેપ, અનાસક્તિ, પરિગ્રહને સંકોચવો તે તો સાધકને ધર્મની રુચિ સાથે જ શરૂ થાય છે. ગુણસ્થાનક આવે પછી વ્રત કરીશું તેમ નથી પણ ગુણસ્થાનકની પિરપાટને પહોંચવા માટે પાત્રતા માટે તે અભ્યાસ જરૂરી છે. જેટલા પાપ વૃત્તિ - અને પ્રવૃત્તિથી દૂર થાવ તેટલો લાભ છે. વળી વ્રતી નિ:શલ્ય છે.
નિઃશસ્યો વ્રતી” તત્ત્વાર્થાધિગમમાં આચાર્યશ્રી કહે છે કે વ્રતી શલ્યદોષ રહિત હોય. તે દોષ ત્રણ પ્રકારના છે. દોષ ઘણો ઊંડો ગાઢ તે શલ્ય. ૧. માયાશલ્ય, ૨. નિદાનશલ્ય, ૩. મિથ્યાત્વ શલ્ય.
તમને ખબર છે હમણાં શારીરિક ચિકિત્સા કરાવવા માટે લોકો જાગૃત થયા છે. કંઈ રોગ નથી પણ વર્ષમાં એક વાર શરીરની ચિકિત્સા કરાવવી. (હેલ્થ ચેક અપ) અને કંઈ રોગનું ચિહ્ન ન હોય તો જીવને નિરાંત થાય. ધન ખર્યું પણ કંઈ હતું નહિ, ભાઈ એ જ સારું છે ને ? પણ તમે આ જીવની
આત્માની કંઈ ચિકિત્સા કરાવી ? ભલે તમે કહો કે આમ તો અમારામાં કંઈ દોષ નથી. છતાં જેમ શરીરની ચિકિત્સા કરાવો છો, તેમ આત્માની વર્ષે
એકવાર કરાવી તો જુઓ ? કોની પાસે જાણો છો ? સદ્ગુરુ - સંતો પાસે. * સંતો તમારા હિતનું હશે તેનો આચાર બતાવશે. * અહિતનું હશે તેનો ત્યાગ કરાવાનો ઉપદેશ આપશે.
* દોષ જોશે તો તે નીકળે તે માટે ઠપકો આપશે.
જો તમને આવા સંત-જ્ઞાની મળી જાય તો ચરણ પકડી લેજો અને તમે
ભવાંતનો ઉપાય ઃ
·
૬૮ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org