________________
કામ, ક્રોધ, લોભ, માયા, ઈષ કે સ્વાર્થવાળો હોય ! આજે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિકયુગમાં પણ માનવી એ કામાદિ પ્રકૃતિવાળો! કંઈ પણ યોગ્ય બદલાવ વગરનો? એ જ જર્જરીત મન ? તો પછી ઉત્ક્રાંતિ કોને કહેવી ?
મન - ચિત્તનું બદલવું તે ઉત્ક્રાંતિ છે, જેમાં શાંતિનું પ્રદાન છે. તે સાધના વગર શક્ય નથી.
સાધના એટલે સામાયિક, ધ્યાન, તપ કે જે વડે તમે બદલાવ છો.
તમે સામાયિકમાં ભગવાનને વચન આપો છો કે હું પાપવ્યાપાર નહિ કરું, એમ બદલાવ છો.
કંઈ ભૂલ થશે તો નિંદામિ, ગરિહામિ, અખાણ વોસિરામિ, કરીને બદલાઈશ. આ મલિન ચિત્તથી મુક્ત થઈશ.
જીવો પ્રત્યે સમભાવ કેળવીશ.
સર્વ જીવોની વિરાધનાથી સાવધાન રહીશ. શલ્ય રહિત-માયા વગેરે રહિત થવા પ્રયત્ન કરીશ.
કાઉસગ્ગ ધ્યાન વડે ચિત્તને પૂર્ણપણે બદલવા પ્રયત્ન કરીશ. આ ઉત્ક્રાંતિકાળ છે. પણ અંતરંગ અવસ્થા હોવાથી પૌદ્ગલિક ભૂમિકાવાળો જીવ ત્યાં સુધી પહોંચી શકતો નથી.
માનવદેહની વિશિષ્ટતા એ છે કે તેની પાસે અદ્ભુત વિચારશક્તિ છે. અલબત્ત વિકસતા વિજ્ઞાન સાથે મનુષ્યનું વિચારબળ વિકસ્યું, પણ આંતરિક શુદ્ધિની ઉત્ક્રાંતિમાં તે આગળ વધ્યો? એ જ લોભ, સ્પર્ધા, ઈર્ષા જેવા દુષ્ટ ભાવો પોષાતા જ રહ્યા?
આંતરિક ઉત્ક્રાંતિ સમભાવ દ્વારા શક્ય છે. જ્યાં આવેશો, સ્વાર્થ કે ઈર્ષા જેવાં તત્ત્વો વિલીન થાય છે. તે માનવજીવનની શાંતિ સહિતની ઉત્ક્રાંતિ છે.
કર
*
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org