________________
(૧૬) સામાયિક = અંધકારથી અજવાળા
તરફ ? સુપ્રભાત ? બહુ પુણ્યરાશિથી મળેલો સંસ્કારીગોત્ર સહિત આ માનવદેહ સ્વયં સુપ્રભાતનો અવસર છે. કાળના વ્યવહારથી રાત્રિનો અંધકાર દૂર થવો અને સૂર્યના તેજ કિરણોનું પ્રગટવું પ્રભાત છે. આમ રાતદિનના આવાગમનનો ક્રમ નિરંતર ચાલ્યા કરે છે. વાસ્તવમાં માનવે વિચારવાનું છે કે અજ્ઞાનરૂપી અંધકારરાત્રિ દૂર થવાનો આ અવસર છે. મોહનિદ્રામાંથી જાગૃત થવાનો આ અવસર છે.
તું તારી વીતેલી જિંદગી પર એક નજર તો નાંખી જો, તું પચાસ સાંઠ વર્ષનો થયો હોય તો તેના દસકાના ભાગ પાડ અને જો, દરેક દસકો વ્યર્થ ગયો છે કે સાર્થક થયો છે. જો એ દસકાઓના ગાળામાં કોઈ આત્મલક્ષ કે તે અંગેનાં સાધનોનું સેવન થયું નથી તો વ્યર્થ છે. તારા ઉપર પ્રભુની કૃપા ઊતરી હોય અને તું આત્મારાધનામાં પ્રવૃત્ત હોય તો તે તારે માટે સુપ્રભાત છે.
પ્રસ્તુત ગ્રંથ સામાયિકના મહિમાનો છે. તેથી આપણે તેના આધારે જીવનમાં પ્રભાતના અજવાળાની જેમ આત્મપ્રકાશ પ્રાપ્ત કરવાનો છે. સુપ્રભાત એટલે સમ્ય પ્રકાશ જેના વડે અધ્યાત્મની યાત્રા સહજ થાય. સામાયિક જેવા અનુષ્ઠાનમાં અજ્ઞાન-મોહનિદ્રા દૂર કરવાનો ધર્મ સમાયેલો છે.
જીવનકાળમાં કે આજના દિવસમાં તારા મન, વચન કે કાયાના યોગ વડે કંઈ પણ અપકૃત્ય થયું હોય તો તું પાછો વળ અને પ્રાયશ્ચિત્ત પડિક્કમામિ) કરીને તે અપકૃત્યને ટાળી દે. સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિવાળો થા, તો પગલે પગલે શ્વાસે શ્વાસે પુણ્ય છે. દષ્ટિમાં સમભાવ છે તો તું મરણકાળે ધર્મના શરણવાળો દુઃખથી મુક્ત થઈશ.
જો તારામાં સમભાવ નથી તો “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.”
તને આરાધનાનો અવકાશ ન હોય. એવો કોઈ કઠણ ઉદય હોય તો પણ ઘડી આધી ઘડી આત્મહિત માટે મેળવજે. સમય પાણીની જેમ વહ્યો જાય છે, તેમ માની દેવગુરુ જેવા પવિત્ર તત્ત્વનું અનુસંધાન કરજે, તારું પુણ્ય જાગી ઊઠો. સામાયિકયોગ
* ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org