________________
ચારગતિમાંથી ઉગારો. અવસર પામી આળસ ન કરો.
દેવદુંદુભિના નાદમાં ઘેલા બનેલા દેવોએ અત્યંત સુવાસ સભર સુરપુષ્પોની વૃષ્ટિ કરી. ભક્તિનો ચમત્કાર સર્જી દીધો. સૌના હૈયાને સુવાસિત કરી દીધા. સ્વર્ગથી પણ અધિક એવું સુરમ્ય વાતાવરણ, જાણે સાક્ષાત્ સિદ્ધશીલાનું પ્રવેશ દ્વાર, હોય તેવું નિર્માણ કર્યું.
એ વાતાવરણમાં દેવદેવીઓ ચામર લઈને નાચવા લાગ્યા. તેમની પાસે સંયમની શક્યતા નથી તેથી ભક્તિના રસમાં રસમય થઈ પ્રભુને સમર્પિત થયા. આ સર્વ પ્રકારોથી ગુંજતું સમવસરણ જેમાં ચતુર્વિધ સંઘ વિરાજમાન છે. ત્યાં પ્રભુ સમચતુઃસ્ત્ર સંસ્થાનયુક્ત આસનસ્થ થઈ, બારે પર્ષદામાં, ચારે દિશામાં અમીદ્રષ્ટિ વરસાવી. ચોમુખ વડે દેશના આપી. | દિવ્યધ્વનિ દ્વારા પ્રભુએ બોધનો ધોધ વરસાવી દીધો. “રૂડી ને રઢિયાળી વીર તારી દેશનારે” પ્રભુના એકએક વચન સન્માર્ગે લઈ જનાર છે. રોહણક ચોરના દૃષ્ટાંતથી સમજી શકાશે.
જેમ કોઈ એક મજૂર માથે ભાર ઉપાડીને દસ કિ.મી. ચાલ્યો, પછી કોઈ વ્યક્તિને આગળનો માર્ગ પૂછે છે. પેલી વ્યક્તિએ જાણ્યું કે આ મજૂરને જવાનું છે ગાંધીનગર અને એ આવ્યો છે સાણંદ. તેના મુખમાંથી અનુકંપાથી અરર.. શબ્દ નીકળે છે કે અરે બિચારો ભાર ઊંચકીને ખોટી દિશામાં આવ્યો છે. તેમ કરુણાસાગર પરમાત્મા જાણે છે કે જગતના જીવો ખોટો કર્મનો ભાર ઊંચકીને ખોટી દિશામાં અવળો પુરુષાર્થ કરે છે. એટલે કરુણા વડે કહે છે. હે મહાનુભાવો! જાગો. આ સંસાર દુઃખથી ભરેલો છે. તમે સન્માર્ગે ચાલ્યા આવો, અહીં સુખ છે.
7 |
– – – – – – – – – – –
શરીરને અસુખ ન પહોંચે તે માટે ) મન કુળશ છે. પણ આત્માને સુખ મળે | એવું મન ક્યારે થશે ? તે સામાયિક જેવા | સમભાવયુક્ત વતથી શક્ય છે. – – – – – – – – – – –
ભવાંતનો ઉપાય :
પ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org