________________
માન્યા. રાવણનો ત્રાસ સહન કર્યો. રામ પણ અતિ કષ્ટ સીતાને શોધીને જીવ સટોસટ યુદ્ધ કર્યું, સીતાને રાવણના સકંજામાંથી મુક્ત કરી. તેમ જીવ દેહના ઇન્દ્રિય જનિત સુખોના પ્રલોભનોમાં ન પડે, સંયમનું થોડું કષ્ટ સહન કરે તો સ્વભાવરૂપ ધર્મરાજા તેને સંસારના દારૂણ દુઃખમાંથી છોડાવે. માટે તારે સર્વના વચનને પ્રમાણ માનવું કે તું દેહ નથી પણ આત્મા છું.
જગતમાં જીવો પોતાના નામ અને રૂપનો ગર્વ સેવે છે, તેમના ગર્વને ગાળવા અરિહંત તીર્થંકરના બાર પુણ્યાતિશયો યુક્ત નામનો મહિમા જાણે, તેમના રૂપને જુએ કે સાંભળે તો તેને સમજાય કે તેનું નામ આ જગતમાં જાણવાવાળા કેટલા? અને જાણીને પણ શું લાભ ? ક્ષણિક રાગ કરે કે દ્વેષ ! આવી ક્ષુદ્રતાવાળા નામનો ગર્વ શું?
વળી તારું રૂપ ૫ વર્ષે ૧૫ વર્ષે ૨૫ વર્ષે ૫૦ વર્ષે અને ૭૦/૮૦ એ તો કેવું બદલાઈ જાય ! તને જ આશ્ચર્ય થાય કે ક્યાં યુવાનીનું રૂપ અને ક્યાં આ બુઢાપો?
પ્રભુનું રૂપ કેવું! તને ખબર છે ? “ઈન્દ્ર ચન્દ્ર રવિ ગિરિ તણા ગુણ લઈ
ઘડીયું અંગ લાલ.” આવા ઉત્તમ પદાર્થોથી પણ ઉત્તમ, ચંદ્રથી શીતળ, સૂર્યથી પણ પ્રકાશિત, સાગરથી પણ ગંભીર કહે ભાઈ ! હવે તારા રૂપ અને ગુણનો ગર્વ કરવા જેવો છે?
પુણ્યના શુભયોગમાં મળેલી સામગ્રીમાં ગળાબૂડ થયેલા જીવોએ પ્રભુના આઠ પ્રાતિહાર્યોની રચના જાણવા જેવી છે. ક્યાં તારી ક્ષુદ્ર સામગ્રી અને ક્યાં આઠ પ્રાતિહાર્યો? પુણ્યમાં રાચનારા કરોડપતિને પોતાનું સુખ સારું લાગે છે, વસ્તુ સસ્તી લાગે છે. રોડપતિને પોતાનું દુઃખ સારું લાગે છે. વસ્તુ બધી મોંઘી લાગે છે.
એક કરોડપતિ એના સુખમાં મસ્ત છે. તેને પેલો રોડપતિ આવીને કહે કે “સાહેબ હમણાં તો અનાજ બહુ મોંઘુ છે. કરોડપતિ એને કહે છે કે અનાજ મોંઘુ છે તો લીલાસૂકા મેવા અને ફળ ખાજે. અમે સાંજે અનાજ ખાતા નથી. ફળ ખાઈએ છીએ. પચતું નથી) આમ શ્રીમંતાઈના ગર્વમાં એ જવાબ આપે
પ૬
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org