________________
ભૌતિક પદાર્થ કે વિજ્ઞાનમાં આ વિચારનો વિકાસ સંભવ નથી. માટે આત્માને જાણવાનો પરિશ્રમ કરવો જોઈએ. સાંસારિક સુખની ગૌણતા કરવી જોઈએ. સર્વસ્વ પામવા માટે સંસારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સંસારમાં જીવે અનેક પ્રકારના મૃગજળ રચ્યા છે. તે ભ્રમણાથી તેને મુક્ત થવું જોઈએ. મૃગજળ કેટલા છે જાણો છો ?
દેહસુખ, ધન, ધાન્ય ગૃહ, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પરિવાર, સગા, સ્વજન, કુળ, જાતિ સમાજ, યશ, કીર્તિ. આવા ઘણાં મૃગજળની પાછળ આપણે દોડીએ છીએ. પણ જો હવે સમજાયું હોય કે એ નરી ભ્રમણા છે, તો સર્વ બાધક કારણોનો ત્યાગ કરવો અને અધ્યાત્મના પંથે પ્રયાણ કરવું.
એ પંથે જતાં અંતરમાં તીવ્ર વૈરાગ્ય, જિજ્ઞાસા, બહાર સત્તમાગમ, સદ્ગુરુનો યોગ. ત્યાર પછી આ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે. અધ્યાત્મપદની આરાધના માટે વેદાંતમાં પણ ષટ સાધન સંપત્તિ” બતાવી છે.
૧. શમ : વિષય સમૂહમાં જતાં મનને વારંવાર દોષ દૃષ્ટિ જાણીને તેમાંથી નિવૃત્ત થયું. પોતાના ચિત્તને આત્માના લક્ષ્યમાં સ્થિર કરી સમત્વમાં રાખવું. ૨. દમ ઃ કર્મેન્દ્રિયો – દ્રવ્યેન્દ્રિયો, અને જ્ઞાનેન્દ્રિયો – ભારેન્દ્રિયોનો સંયમ
રાખવો.
૩. ઉપતિ : અંતરવૃત્તિઓ બાહ્ય વિષયોમાં એકત્વન કરે તેવી સ્થિતિ. ૪ તિતિક્ષા : પ્રતિકાર રહિત, ચિંતા કે સંતાપ કર્યા વગર બધાં કષ્ટોને સમતાથી સહન કરવાની શક્તિ.
પ. શ્રદ્ધા : શાસ્ત્રવચન - પ્રભુવચન, ગુરુવચનમાં અતૂટ શ્રદ્ધા. ૬. સમાધાન : સમાધિ, બુદ્ધિને સર્વ પ્રકારે બ્રહ્મમાં જ સ્થિર કરવી. સાધનામાર્ગમાં સંપત્તિની જરૂ૨ છે, તે સંપત્તિ લોકોત્તર છે.
સામાયિક એ આત્મા છે, તો આત્મા જ સ્વયં અનંત ગુણોનો ખજાનો છે. એ જ સંપત્તિ છે. રત્નત્રય વડે એ સંપત્તિ પ્રગટે છે. જમીનમાં દાટેલા ચરૂ જેવી છે. સંશોધનથી તે પ્રગટ થાય છે.
ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સંયમ, તપ, સત્ય, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આવા અનેક પ્રકારો વડે આ સંપત્તિ આત્મામાં સ્થાન ધરાવે છે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
ભવાંતનો ઉપાય :
www.jainelibrary.org