________________
(૧૪) સામાયિક : સાધના માર્ગની સંપત્તિ
સામાયિક દ્વારા અંતર્મુખ થયેલો સાધક આત્મ પરિચયી થાય છે, તે દ્વારા તે આત્મદર્શન પામે છે. બહિર્મુખ જીવને અધ્યાત્મભાવના અંતર્મુખ બનાવી સ્વસ્વરૂપમાં ભેળવી દે છે. જગતના પદાર્થો મેળવવામાં, જગતને રૂડું દેખાડવામાં માનવ નિજભાવને ભૂલી ગયો છે. એટલે જિનપદનો તેનો અધિકાર તિરોહિત થયો છે. અધ્યાત્મ કોઈ મનની કલ્પનાની સહેલ કે કોઈ લટાર નથી, પરંતુ પોતાના જ અખંડ સ્વરૂપને આંબવાની સાધના છે.
અધ્યાત્મક્ષેત્રે પાપગ્રસ્ત કે ભયત્રસ્ત મનથી કામ થતું નથી. નિરવદ્ય, નિષ્પાપ જીવન અધ્યાત્મ - પરમાર્થના પંથ માટે અનિવાર્ય છે. પાપના ભારથી લદાયેલું મન, વિષમતાથી આકુળ મન, અશરણતાથી મૃત:પ્રાય મન, સામર્થ્યવાન, અવિનાશી, અમૃતના કુંભ જેવા, અચલ આત્માને કયાંથી આંબી શકે ?
- આત્મવિકાસનો પંથી અસહુને પનારે પડતો નથી તેની યાત્રા સત્ પ્રત્યે છે. તે એની સંપત્તિ છે.
એક રાજાએ આવેશમાં આવી મુખ્યમંત્રીને કહ્યું કે એ સંતને ફાંસીએ લટકાવો.
મંત્રી કહે, મહારાજ એ સંત છે તે ફાંસીએ હસતાં હસતાં ચઢી જશે, એ આત્માના અમરત્વને જાણે છે. આત્મા એને માટે મોટો મહારાજ છે. વળી એ જાણે છે કે તે સ્વયં સમાર્ગનો પંથી છે, અને નહિ અનુસરે.
રાજા! તો પછી તેને દુઃખ આપવા શું સજા કરવી?
મંત્રી : તેને પાપ કરવાની ફરજ પાડો, તે સ્વયં દેહ ત્યજી દેશે. એમનું પ્રેમ તત્ત્વ વિશદ અને અનોખું હોય છે, તેમનો પ્રાણ સમભાવ છે. જંતુ ખાતર પણ દેહ ત્યજી દેશે. પાપ નહિ આચરે.
સંતનો આવો પરિચય પામીને રાજા દ્રવી ગયો. સંતની ક્ષમા માંગી. નિરવદ્ય જીવન, નિષ્પાપ જીવન નિર્ભયતા બક્ષે છે.
ધર્મની યથાર્થ વિધિ જીવને ધાર્મિક બનાવે. ભક્તિ જીવને ભક્ત બનાવે, નીતિપાલન સજ્જન બનાવે, પરંતુ અધ્યાત્મ આત્માને સ્વયં પરમાત્મા બનાવે.
સામાયિક યોગ
* પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org