________________
સામાયિક તને ધર્મપ્રાપ્તિનો અવકાશ આપે છે. તે સમયમાં કરેલા સત્યશાસ્ત્રનો અભ્યાસ તને જાગૃત કરે છે. અહો ! પૂર્વે થયેલા મહામાનવોએ મળેલા માનવ જન્મને કેવો સાર્થક કર્યો? સુખોનો ત્યાગ કરી સંયમ માર્ગે ચાલી નીકળ્યા. અને શાશ્વત સુખને પામ્યા.
સામાયિક ધર્મના પ્રવેશ માટે સાધકને પ્રથમ અવલંબન સલ્લેવ, સગુરુ (નિર્ગથગુરુ) અને સતધર્મ છે. તે તત્ત્વત્રયના અવલંબને સામાયિક ધર્મનું તને પ્રદાન થાય છે.
સર્વથા સર્વ કર્મનો ક્ષય કરી જેઓ પરમપદને પામ્યા છે. તે વીતરાગ સર્વજ્ઞદેવે નિરૂપણ કરેલા ધર્મનાં સાધનોમાં સામાયિક વ્રત સાધકને મળ્યું છે.
તેમના માર્ગે ચાલનાર પંચમહાવ્રતધારી મહા સંયમી નિગ્રંથ ગુરુની નિશ્રામાં સામાયિક વ્રતની ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે.
દયારૂપ ધર્મ એ તો વીતરાગની પરમ કરુણાના સ્ત્રોતની પ્રસિદ્ધિ છે. આ ત્રણે અવલંબન સામાયિક ધર્મને પુષ્ટ કરનારા છે. સામાયિકના સમભાવમાં દયાધર્મની મુખ્યતા છે.
ઉત્તમ ગૃહસ્થ, સામાયિક આદિ વ્રતને નિયમથી સેવે છે. સામાયિક કયાં સુધી કરવાનું? તું યથાખ્યાત ચારિત્રને પામે ત્યાં સુધી સામાયિક વિકસિતપણે તારી સાથે રહેશે. માટે અપ્રમત્તભાવે તેની સાધના કરવી.
આ જન્મમાં ભલે તું ગૃહસ્થ ધર્મમાં સમયની અવધિથી સામાયિક કરતો હોય તો પણ તે વડે તારા ગુણોનો ખજાનો ભરાશે, તે સમય આવે ખૂલશે.
જ્યારે તારો જન્મ જ ધર્મયુક્ત કુળમાં થયો છે, તો પછી દયા ધર્મની મુખ્યતા રાખવી. એમ વિચારીને તારું મન દયાથી ભરપૂર હશે. ઉદારતાથી ભાવિત હશે. તારાં વચન મિતભાષી અને સત્ય હશે. તારી કાયા સુદઢ અને સંયમી હશે તો તે જીવન સાર્થક છે. સામાયિકભાવને પુષ્ટ કરનારા જિનભક્તિ, આવશ્યક ક્રિયાઓ, તીર્થયાત્રા, દાનાદિ ધર્મો વગેરે અંગભૂત સહાયક તત્ત્વો છે, એનો સાધક સદા સમભાવના પરિણામવાળો હોવાથી પ્રસન્ન હોય છે. દુર્ગતિનો નિવારક બને છે.
કથંચિત ઇન્દ્રિયનાં સુખો, ધન ધાન્યની પ્રાપ્તિ એ શુભ કર્મની મહત્તા ભલે હો, તેનો ઉપયોગ કરજે, પણ ખરી મહત્તા જન્મોજન્મના સાથી તરીકે ૬૪ *
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org