________________
સમજાવો કે રસનાને સ્વાદ જોઈએ. આંખને દશ્ય જોઈએ. એ એનો ગુણધર્મ છે. જીભ ને આંખ કશું કહેતા નથી. આ સર્વે મનની રમત છે. જ્ઞાન-ચેતના કહે છે, શરીરને ધર્મો નથી, એ પડન અને સડનવાળું છે. તમે સંયમમાં આવી જાવ ત્રણે યોગ ચેતનાને અનુસરશે, એ ગુપ્તિ છે.
પૌદ્ગલિકદષ્ટિ પુદ્ગલમાં રમણતા કરાવે છે, ત્યાં રમણ કરવા જેવું કંઈ છે નહિ. પણ જીવ એનો પરિચયી હોવાથી એને ચેતના પ્રત્યે જવાનું અપરિચિત લાગે છે. ચેતના સ્વરૂપ પ્રત્યે દષ્ટિ કરે તો સ્વરૂપ રમણતા થાય. સામાયિકની સમતા ધર્મસ્વરૂપ રમણતાનો પરિચય કરાવે છે. વાસ્તવમાં પરપદાર્થમાં રમણતા હોય નહિ, એ તો સંયોગ સંબંધ છે ત્યાં મમત્વ હોય. તાદાભ્ય સંબંધ સ્વાભાવિક સંબંધમાં જ હોય. જ્યાં નિર્મળભાવ હોય.
સ્વભાવમાં જવાનું, સ્થિતિ થવાનું, રમણતાનું સાધન અંતર્મુખતા છે, પૌગલિક રમણતા બહિર્મુખતા છે. સાધક ઊઠે, બેસે, હરે, ફરે, આહાર લે, બધે જ અંતર્મુખતા હોય. એક શિષ્ય ગોચરી લઈને આવ્યો. ગુરુજી પાસે મૂકી. ગુરુજીએ તેના સામું જોયું. તેના મુખ પર લોહી નીકળતું હતું. બેટા ! તારા મુખ પર કંઈ વાગ્યું છે ? શિષ્યને ખબર નથી. તે શૂન્યમનસ્ક ન હતો. પણ ગુરુના ગુણોના ચિંતનમાં, આજ્ઞાની મસ્તીમાં, સ્વાધ્યાયના ચિંતનમાં હતો. તેના મુખ પર કંઈ બન્યું તેમાં ઉપયોગ ન ગયો. તે અંતર્મુખ હતો.
સામાયિકની પ્રક્રિયા, કાળ નિર્ગમનમાં તમે જે કંઈ કરો અંતર્મુખ થવા માટે છે. બહાર જવું હોય તો ઘણાં સાધન અને સમય જોઈએ. તમારે અંતરમાં જવું છે શું જોઈએ? સામાયિક કર્યા પછી સ્વાધ્યાય કર્યા પછી આનંદની સરવાણી ફૂટતી નથી ? તો સામાયિક શરીરે કર્યું. સ્વાધ્યાય હોઠે કર્યો. તમે ક્યાં હતા?
અંતર્મુખ થવા માટે ચિંતનની ભૂમિકા છે. ચિંતન પણ છૂટી જ્યારે કેવળ ભાવાત્મક ભૂમિકા આવે છે ત્યારે અંતર્મુખતા આવે છે. પછી દેહ પર કે દેહને નામે જે બને છે તે તમને આકુળતા કે આકર્ષણ પેદા નહિ કરે.
પD :
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org