________________
ગુરુએ આપેલી આજ્ઞા, મંત્ર, શિક્ષા, બોધ સર્વે વિષય કાયોના દાવાનળ સામે શીતળ જળની વષ છે. તમને અંતરમાં વિષય કષાયો પડે, તમે ગુરુના સ્મરણ કે મંત્રમાં મનને યોજી દો, તમે સુરક્ષિત થશો. જ્યાં સુધી તમે પરિપક્વ ન થાય ત્યાં સુધી તમારે કર્યા જ કરવું.
ગુરુ શરણે ગુરુ સેવા શરણે ગુરુ આજ્ઞા શરણે. તમારે આત્માને દેહભાવથી મુક્ત કરવો છે, તો તમારે અહવિલયની જેમ મનોનિગ્રહ કરવો પડશે. મનના બે દોષ છે. જો તે પરિચિત વસ્તુ જુએ કે સાંભળે તો કહેશે આ કથા, આ સિદ્ધાંત તો મેં સાંભળ્યો છે. હવે જો કોઈ નવી તાત્ત્વિક વાત આવશે તો કહેશે કે આમાં આપણું કામ નહિ.
ચીલે ચીલે ચાલ્યા જાઉં, નિશદિન એને ફાવે.
ભાષાથી અદકુ ભાળે તો પાછાં પગલાં માંડે.” ભક્તિમાર્ગે જતો કઠણ હૃદય દ્રવતું નથી. જ્ઞાન માર્ગે જતાં મગજ ખૂંપતું નથી. ક્રિયા માર્ગે જતાં કાયાને રૂચતું નથી. વિષય વાસના બૂરી છે જાણવા છતાં મન, કાયા, વળી વળીને ત્યાં દોડે છે, પુરાણો અભ્યાસ છે ને ?
ભાઈ ! આ તારી કહાની છે, તે પીડામાંથી મુક્ત થવા જ ગુરુજનોની જરૂર છે. તે તને મનોવિગ્રહનો ઉપાય બતાવશે, જેનાથી રાગદ્વેષ દૂર થશે. મનની સપાટિથી મનને તમે સંયમમાં લઈ જવા માંગશો, તેને પસંદ નહિ પડે. મનથી ઉપરની એક અવસ્થા જાગૃત ચેતનાની છે, તે સ્તરેથી તમે મનને આજ્ઞા આપો. મનોસંયમ સરતાથી સાધ્ય થશે. જેમ એક શિષ્ય બીજા શિષ્યને કહેશે તો તે કહ્યું માને કે ન માને, પરંતુ જો ગુરુ આજ્ઞા હશે તો તે જરૂર આધીન થઈને વર્તશે. આપણે વ્રત પચ્ચખાણ બધું જ લગભગ મનની સપાટિ પર રહીને કરીએ છીએ, સામાયિક આદિ પણ એ સપાટિથી કરીએ છીએ એટલે તે તે ક્રિયાઓ ભાવપ્રધાન કે ગુણસાધક બનતી નથી. તેમાં મનના દોષો, એમાં પ્રમાદ, અશુદ્ધિ, વિકલ્પો વડે છિદ્રો પડે છે. એ મન જ્યારે ચેતનાના પ્રદેશોમાં વિલય પામે ત્યારે તે દોષો પણ વિલય પામે છે, એટલે જે કંઈ આરાધન થાય છે તે ચેતનાના સ્તરે થવાથી આત્મવિકાસ ઝડપી બને છે. આ
ચેતના એટલે જ્ઞાન તે તમને સ્વરૂપ પ્રત્યે દોરશે. મન પૌગલિક સંસ્કારવાળું છે, તે તમને શરીરના સુખ પ્રત્યે દોરશે. શરીરના ગુણધર્મો
સામાયિકયોગ
૮ ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org