________________
સામાયિક = શૂન્યથી પૂર્ણનું સર્જન
વાસ્તવમાં જીવ એકલો નથી. પરંતુ પોતાનામાં રહેલું અહંમ તેને એકલતાની વ્યથા ઊભી કરે છે. સૂના પડેલા એવા જીવનમાં તું પરમાત્માને પ્રવેશ કરાવી દે, તો તારી એકલતાની પીડા શમી જશે. ધર્મસત્તાના સર્વોપર અરિહંત પરમાત્મા છે. તેમને તારા જીવનના સખા બનાવી દે. કુટુંબના વડીલ બનાવી દે. તેમની સલાહ પ્રમાણે ચાલવાનો નિર્ધાર કરી લે. શુભભાવનાથી હૃદયને ભરીને તું તેમની પાસે માંગ. તેમનું અસ્તિત્વ તારી જૂઠી માંગને નકારી કાઢશે અને સત્ને બંધાવશે. છતાં તને કંઈ ઓછું પડે તો ક્યાંય રોદણાં ન રોતો, સર્વેસર્વા અરિહંત પાસે રડવાથી રડવાનું બંધ થશે. અને જો તને એમ કરતાં આનંદ આવે તો નાચી ઊઠજે.
પ્રભુને શુદ્ધ હૃદય આપવાનું કાર્ય સામાયિકના સાધકથી બને છે. જો સામાયિક ન થાય તો તે પ્રમાદ છે. જે ભવ દુ:ખનું કારણ છે. અજ્ઞાન છે તો પણ જપો અરિહંતને જપો. મન ભરીને જપો. અને શૂનકા૨થી મુક્ત થાય. અહંમના ભારને ત્યજીને હળવા બનો તો જીવન રસમય મુધર બનશે. અહંમથી જીવન ખીલતું નથી પણ શૂનકાર વ્યાપે છે.
મનુષ્ય પોતાની જ અસત્ કલ્પનાઓથી પીડા પામે છે. જીવનમાં ગૂંચ પાડે છે, ગાંઠો બાંધે છે. તેથી જીવનમાં પ્રેમ કે નિર્દોષતા ટકતા નથી. કાં તો કોઈની સાથે ગૂંચ પડે છે, ક્યાં ગાંઠ બંધાય છે. કેમ જાણે જીવન એને માટે મળ્યું હોય ? ગાંઠવાળો દોરો સોયમાં પરોવાતો નથી, તો પછી ગાંઠવાળું મન પ્રભુમાં કેમ પરોવાશે ? ચિત્તની સ્વસ્થતા વગર આ ગૂંચ કેમ ઊકલશે, ગાંઠ કેમ છૂટશે ?
શરીરમાં ક્યાંય ગાંઠ દેખાય ત્યારે કેવો ગભરાય ? શસ્ત્ર વડે કપાવવા તૈયાર થાય ને ? ભાઈ મનની ગાંઠ શરીરની ગાંઠ કરતાં ખતરનાક છે. તેને બોધના શસ્ત્ર દ્વારા કપાવી નાંખ. સામી વ્યક્તિના દોષને લક્ષમાં લઈને ગાંઠ ન બાંધીશ. તેના નાના સરખા ગુણને જોઈને પુત્રવત્ ભાવ કજે તો ગાંઠ નહિ બંધાય. અન્યના દોષને કાઢવાની પીડા અને શ્રમ ત્યજીને તું તારા હ્રદયને પ્રેમથી ભરી દે, અને તેને જ કાર્ય કરવા દે, પછી તને સફળતા જ મળશે.
૨૬
ભવાંતનો ઉપાય ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org