________________
ચિત્તસમાધિ એ સહજ અવસ્થા છે. પણ જીવ તેનાથી દૂર જઈ પડ્યો છે, વિસ્મૃત થયો છે, દુન્યવી પદાર્થોમાં જેની રુચિ છે, તેની પ્રીતિ છે, પ્રીતિ છે ત્યાં સ્મૃતિ છે. જીવને કંઈ કહેવું પડતું નથી, કે ઈન્દ્રિયોને શું ગમે છે ? જાણે કે તે સહજ હોય તેમ ઇન્દ્રિયોને વિષયો મળી જાય છે.
પાંચ ઇન્દ્રિયોમાં ચહ્યું અને શ્રવણ વિશેષ કાર્યકારી છે. તે બેની પ્રાપ્તિ સંજ્ઞીપણામાં હોય છે. કથંચિત આ બંને ઇન્દ્રિયો બોધ-સમજ પેદા કરી શકે છે. ચક્ષુ એટલે દયનો સંબંધ, શ્રાવ્ય એટલે શ્રવણનો સંબંધ. આ દેશય અને શ્રાવ્યનો વિષય બહાર છે તો જીવ બંધાય છે. દશ્યમય વિશ્વ ચક્ષુ વડે દેખાય છે, પછી તે બંધ હોય. ખુલ્લી હોય કે સ્વપ્નમાં હોય તે દયને જુએ છે.
જગતના તમામ પદાર્થો નામ-રૂપથી ખ્યાતિ પામે છે. વસ્તુ કે વ્યક્તિને નામ હોય છે, તે શબ્દ વડે સંબોધાય છે. આ દશ્ય અને શ્રાવ્ય, રૂપ અને શબ્દમાં પ્રાણીમાત્ર પ્રભાવિત છે. અને તેમાં રાગદ્વેષ કરી બંધાય છે. આ બંધનથી છૂટકારો થવા કાંટાથી કાંટો નીકળે તેમ વિશ્વમાં દુન્યવી દશ્યની સામે અલૌકિક - લોકોત્તર રૂપનું નિર્માણ થતું આવ્યું છે. દુન્યવી શબ્દની સામે દિવ્યનાદનું નિર્માણ થતું આવ્યું છે. જિન પ્રતિમા અને જિનવાણી સર્વોચ્ચ દશ્ય અને શ્રાવ્ય તત્ત્વો છે. અનાદિકાળથી આજ સુધી દેહ સંબંધી રૂપ અને શબ્દથી આત્મા સ્વયં બંધાતો આવ્યો છે, એ બંધનથી મુક્તિ પણ વિશ્વમાં સાધ્ય છે. આથી પ્રારંભમાં દુન્યવી દૃશ્ય અને શ્રવણની સામે પારમેશ્વરી/અલૌકિક દૃશ્ય અને શ્રવણ પ્રગટ થતાં આવ્યાં છે. તેના ધારક તીર્થંકર પરમાત્મા છે, જેમના દેહના દર્શનમાં પણ એવી અલૌકિકતા છે કે જીવ મુગ્ધ થઈ દુન્યવી રૂપ/દ્રશ્યનું વિસ્મરણ કરી શકે છે. વળી તે રૂપને નિહાળીને તે પોતામાં રહેલા અરૂપી એવા આત્માના સ્વરૂપની પ્રાપ્તિનો જિજ્ઞાસુ બને છે.
તીર્થકરની દિવ્યવાણી/આપ્ત વચનનું શ્રવણ તેને બાહ્ય શબ્દાકારથી પાછો વાળે છે, અને અંતરના નાદને સાંભળતો કરે છે.
આમ વસ્તુનાં બે પાસાં છે. દુન્યવી દશ્ય અને શબ્દથી જીવ રાગાદ વડે બંધાય છે, અલૌકિક દૃશ્ય અને શ્રવણ પ્રથમ શુભરાગ પેદા કરે છે, પછી અદશ્યને દશ્ય બનાવે છે, અને અંતરનાદ વડે શબ્દાતીત અવસ્થાને પ્રાપ્ત કરી મુક્ત થાય છે.
સામાયિક્યોગ
ગઃ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org