________________
- પ્રતિભાવથી રહિત રહે છે.
પરંતુ સંસારમાં પ્રવૃત્તિ વ્યવહાર એવો છે જીવને સમભાવથી ચલિત કરે છે. જેની પાસે સત્પુરુષોનું બળ છે, તે કઠિનતામાં ટકી શકે. સ્વરૂપ નિષ્ઠા થવામાં અનેક અંતરાયો છે. છતાં પણ સાધકે સ્વરૂપનિષ્ઠા માટે ભૂમિકા પ્રમાણે સદાચાર, સત્સમાગમ સલ્લાસ્ત્રાદિનું સેવન કરવું જોઈએ. તે માટે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમય થવા પ્રયત્ન કરવો જોઈએ. તો સમય અને સમજ કાર્યકારી બને છે.
સામાયિક માટે શ્રેષ્ઠ સ્થળ ઉપાશ્રય છે. પૂર્વકાળમાં શ્રેષ્ઠિઓ, રાજા, મહારાજાઓ, પોતાના વૈભવ પ્રમાણે દહેરાસરે અને ઉપાશ્રયે જતાં, જેથી તેમની પદ્ધતિથી અન્ય જીવોની ધર્મભાવના જાગૃત થતી. ઉપાશ્રયમાં સહેજે વાતાવરણની શુદ્ધિ થતી. દહેરાસરમાં પૂજા ભક્તિ થાય. ઉપાશ્રયમાં સદ્દગુરૂબોધનું શ્રવણ થાય.
સામાયિક ઘરમાં શાંત અને શુદ્ધ સ્થાને સામાયિક થઈ શકે છતાં પણ ઉપાશ્રયમાં વિશેષ લાભ છે. વળી જ્યાં સત્સંગ સ્વાધ્યાય થતાં હોય ત્યાં શુભ ભાવનું વાયુમંડળ પણ જીવને શુભ ભાવની ધારામાં પ્રેરક બને છે. અશુભ વૃત્તિઓ સહેજે શમે છે. ગુરુ નિશ્રાનો લાભ મળે. - ઘરમાં જીવને અન્ય અવાજ કે પ્રવૃત્તિઓ ચંચળ કરે છે. જ્યારે તીર્થ જેવા કે અન્ય પવિત્ર સ્થાનમાં સાધક શાંત ચિત્તે સાધના કરી શકે છે. ઘરમાં કંઈ નિમિત્ત મળતાં ચિત્ત ચલાયમાન થાય છે. પ્રવૃત્તિમાં વૃત્તિ જોડાય છે તેથી સાવદ્ય યોગોથી નિવૃત્તિમાં બાધા પહોંચે છે. ઇંદ્રિયો કોઈ વિષયમાં પ્રવૃત્ત થઈ જવા સંભવ છે.
પવિત્ર સ્થાનમાં બધું સંયમ પ્રેરક હોય તેથી સહેજે શુભ ભાવની ધારા ટકે છે. આર્તધ્યાન – અશુભ ધ્યાનથી દૂર રહેવાય છે. આમ ઘર અને ઉપાશ્રય કે પવિત્ર સ્થાનનું અંતર સમજીને પ્રમાદ ત્યજી તે રીતે સામાયિક જાગૃતિપૂર્વક કરવું. બત્રીસ દોષ ઉપરાંત અન્ય તિખોને પણ દૂર કરવાનાં છે.
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org