________________
દાનાદિ કરી ન શક્યો. શારીરિક વાસનાઓનો ભોગ બન્યો અને રોગને નોતર્યા પણ સંયમમાર્ગે ન વળ્યો.
મનુષ્યને એમ કહેવામાં આવે કે તું પશુ થાય તો ત્યાં ધર્મ-કર્મ નહિ. તપ તિતિક્ષા નહિ, સંયમ-નિયમ નહિ સ્વતંત્ર જીવન. જે ઇન્દ્રિયને જે સુખ મળે તે ભોગવવાનું કંઈ વિચાર નહિ કરવાનો. તો પણ મનુષ્ય પશુ થવા કેમ તૈયાર નથી? તેને પશુની પરતંત્રતા ખબર છે બુદ્ધિ હિનતા ખબર છે, છતાં તે મનુષ્યપણાનો સદ્દઉપયોગ કરતો નથી. સદાચાર પામતો નથી એટલે મનુષ્ય છતાં જીવન તો પશુ જેવું કરી નાંખે છે. આ ત્રણે યોગો સામાયિકમાં દુઃખમુક્તિના નિમિત્ત બને છે. માટે કાલ કરે સો આજ કર. આજ કર સો અબઘડી કર. બકરું કરું કરતાં હજી નથી કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો,
વાતો કરતાં વેળા શુભ જાયે વહીરે.
રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે” સામાયિક શ્રાવક-સાધક-ગૃહસ્થ માટે અવશ્ય કરવા યોગ્ય કરણી છે, વ્રત છે, તપ છે, સંયમ છે, સામાયિકમાં શું નથી ? માટે “બહૂ સો સામાઈયે કુક્કા” પૂછવા જેવું નથી, અને છોડવા જેવું નથી. આદરવા જેવું ઉત્તમ કાર્ય, શ્રેષ્ઠ કાર્ય, કર્મ મુક્તિનું સાધન સામાયિક છે. - ધન ક્યારે કમાવું ?
અરે ! આ કાળમાં તો બાળક ગર્ભમાં આવે ત્યારથી ધનની વ્યવસ્થા કરવી પડે છે. એમ સામાયિક તો જન્મોજન્મના સંસ્કાર માંગે છે, એટલે સામાયિકને આત્મા કહ્યો છે. તેનું વિસ્મરણ થયું છે. માટે યથાશક્તિ આ અનુષ્ઠાન કર્યા જ કરવું.
હે ચેતન ! વિચાર હવા ક્યારે લેવી? ધન પ્રાપ્તિ ક્યારે કરવી ? જો એની રાત-દિવસ જરૂર છે. તારા સૂતેલા આત્માને જાગૃત થવા સામાયિકની જરૂર છે. બે ઘડી બેસીને કર, શાસ્ત્ર અધ્યયનથી વ્યુત સામાયિક, હરતાં-ફરતાં ઉઠતા-બેસતા સમતામાં રહેવા પ્રયત્ન કર. સંયોગાધીન અશુભના યોગમાં સમતા રાખ. આમ વિવિધ પ્રકારે સામાયિકનું આયોજન કર્યા જ કરવું આખરે એ સામાયિક સમ્યક્તનું પ્રદાન કરી શાશ્વતપણે પ્રગટ કરી અનંતકાળનું સુખ પામશે. તારે જેવું અને જેટલું સુખ જોઈએ તેટલા સામાયિક કરવા.
સામાયિક યોગ
૮ ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org