________________
પ્રાપ્ત છે તેમ તમે કહો છો, તો પછી મારે કંઈ પણ અનિત્ય શા માટે ગ્રહણ કરવું ! ચક્રવર્તીના સુખ પણ મર્યાદાવાળા છે ને ? માટે મારે તો મૃત્યુ જીતાય તેવું આત્મજ્ઞાન જોઈએ.
માટે શક્તિ છે તો સાધના કરી લો તે પછી જો અશક્તિ આવે તો સમતા સહજ બનશે. જીવનમાં શક્તિની જરૂર છે તેના કરતાં આત્મશાંતિની વધુ જરૂર છે. માટે શક્તિ પર વિશ્વાસ રાખવા કરતાં શાંતિની ઉપાસના કરો. રાવણ-દુર્યોધનમાં શક્તિ કાં ઓછી હતી ? પણ સમવૃત્તિ-સંતોષના અભાવે રણમાં રગદોળાઈ ગયા. શક્તિ બાહ્ય નિમિત્તોનું કારણ બને છે, શાંતિ અંતરંગ અવસ્થા છે, શક્તિ વધારવા બહાર દોડવું પડે છે, શાંતિ માટે અંત૨માં છુપાઈ જવાનું છે. આવો બોધ જેને પરિણમે છે. તે પ્રાજ્ઞ છે. પ્રજ્ઞાનું અવરત૨ણ સમતામાં થાય છે. તે સામાયિક દ્વારા પ્રાપ્ત થાય છે.
આયુ પૂર્ણ થતાં દેહ અગ્નિસંસ્કાર પામશે ત્યારે તને કંઈ તેમાં દેખવા, દાઝવાપણું નથી. પણ અત્યારે તું જો કષાયાદિથી સળગેલો છું તું આત્માથી અળગેલો રહેવાનો છે. જે આત્મામાં આગ નથી માંગ નથી. બસ છે તો સમતા, પ્રશાંતવાહિતા, જે સામાયિક ધર્મથી સાધ્ય છે. પ્રાથમિક ભૂમિકાના સાધકને સૌ પ્રથમ માનસિક ક્રિયા, ધ્યાન કે ચિંતન જેવું સાધન ઉપયોગી ન થાય કારણ કે સામાન્ય રીતે જીવોનું મન ખૂબ ચંચળ હોય છે તેમાં કાયિક કે વાચિક ક્રિયાનો સંયમ ન હોય તો માનસિક ક્રિયા હિતાવહ થતી નથી, અને એળે જાય છે. કારણ કે ત્રણે યોગની મહદ્અંશે અશુદ્ધ પ્રવૃત્તિનો દીર્ઘકાળનો અભ્યાસ છે. તે કોઈ પ્રબળ ધર્મઅનુષ્ઠાન રહિતપણે વર્તવાથી છૂટે નહિ. કારણ કે પ્રત્યેક ગતિમાં ધર્મબુદ્ધિને અભાવે શ૨ી૨ મળ્યું હિંસાદિમાં પ્રવર્તન કર્યું. વાણી મળી વ્યક્ત થવા જેવી ત્યારે તેમાં માયા, દંભ અને અસત્યને ભેળવી વાણીને ક્લુષિત કરી. મન મળ્યું તો અનેક પ્રકારનું નિરર્થક દુર્ધ્યાન કર્યું. જેમ જેમ ઇન્દ્રિયોની વૃદ્ધિ થઈ તેમ તેમ પાપોની પ્રવૃત્તિ વધી. કોઈ પુણ્યયોગે સમૃદ્ધિ મળી ત્યારે મોહથી ઘેરાઈ ગયો.
આમ અનંત ભવો થતાં ધર્મબુદ્ધિ જાગી નહિ! સર્વજ્ઞ વીતરાગને ઓળખ્યા નહિ. નિથ ગુરુજનોનો સમાગમ કર્યો નહિ. દયારૂપ ધર્મને આચર્યો નહિ તેથી દુન્યવી દુઃખો પામ્યો, તેને સહન કર્યાં. પણ તપાદિમાં કષ્ટ માની આરાધન ન કર્યું. ઘણી મહેનત કરી ધાદિ મેળવ્યા, પરંતુ ભોગબુદ્ધિને કારણે
ભવાંતનો ઉપાય ઃ
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org