________________
જજે. ગૃહસ્થજીવનમાં સમતાના ઈમારતના આ સર્વ પાયાનાં સાધનો છે.
તું એવો દાવો જતો કરી દે કે હું બુદ્ધિમાન છું, મને સુખ ભોગવવાનો જન્મસિદ્ધ હક્ક. વાસ્તવમાં માનવનો જન્મસિદ્ધ હક્ક સર્વને સુખ પહોંચાડવાનો છે. તેવી સમજ કેળવી લે તો તારામાં સામાયિક જન્મ લેશે.
ભાઈ ! તું જાણે છે કે દરિયાનું ખારું પાણી સૂર્યના કિરણથી તપીને વાદળાં બની વરસે છે.
* જમીનમાં બી-કણરૂપે દટાય છે, પછી મણરૂપે બહાર આવે છે. * મેંદી રંગ આપે છે પણ તે પહેલાં પથ્થર પર પીસાય છે. * શેરડીનો મીઠો રસ સંચામાં પીલાયા પછી મળે છે.
અને તું કહે છે, મને બધા સુખ આપવા તત્પર રહે અને હું કંઈ ન કરું, આ કેવળ તારી અણસમજ છે.
સમજદાર માનવ કહે છે, બસ મારામાંથી પ્રેમ, કરુણા કોમળતા વરસો, વરસો. તેમાં જ તારા જીવનની પ્રસન્નતા ભરી છે. તારું હૈયું પ્રેમથી પરિપૂર્ણ છે. અહીં સમતાનું સામ્રાજ્ય ભોગવવાનું છે. સમતાના ક્ષણનું સુખ શાશ્વતું છે. તારા હૈયામાં પ્રેમ છે તો ભલે ને હૈયુ નાનું હોય છતાં તે એવું વિશાળ થઈ શકે છે કે એક વ્યક્તિથી માંડીને સમષ્ટિ એમાં સમાય છે. પછી તારી દૃષ્ટિ જ વિશાળ બને છે. દરેક પળે દરેક ક્ષેત્રે તું સૌમાં પ્રભુ જુએ છે. પ્રભુ સૌમાં છે તેમ જુએ છે. સર્વત્ર પ્રભુ છે તેમ જુએ છે, પછી ક્યાં રોષ, ક્યાં તોષ કરીશ? ક્યાં દોષ કરીશ? કોને દોષ આપીશ? બસ સમતા જ સમતા.
પાપ અને પ્રેમ એક સ્થાને નથી રહેતાં કદાચ પ્રારંભમાં પ્રેમમાં કંઈ મિત્રતા હશે તો પણ મૂલ્ય પ્રેમનું જ થશે. ધર્મ એક સાહસ છે તો પ્રેમ પણ સાહસ છે. રાગની ભયંકર શૃંખલાને તોડવી ફોડવી અને પવિત્ર પ્રેમતત્ત્વમાં પ્રવેશ કરવો તે સાહસ નહિ તો બીજું શું? એ માર્ગે જતાં અહંકાર બુદ્ધિમાં ભળીને તને ભોળવશે. પણ એકવાર તારું ભાવભીનું હૈયું પ્રેમમય બન્યું પછી તને અન્યભાવ અને અન્યભવ ગમશે નહિ. આવી સમજ એ જીવનની ધન્ય પળ છે.
કર્મોની વિચિત્રતાથી જગતમાં શારીરિક, માનસિક, પારિવારિક, અનંત પ્રકારનાં દુઃખોથી જીવો ગ્રસિત હોવાથી વ્યાકુલ હોય છે. તેઓ દુઃખથી છૂટવા ઇચ્છે છે છતાં દુઃખની મિત્રતા તેમને છોડતી નથી છતાં તેઓ તેનો ઉપાય
0
2
3
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org