________________
જેમ રોગ છે તો તેનો ઉપાય શોધાય છે, તેમ આત્મને બંધન છે તો મુક્તિના સાધનનું પણ નિર્માણ થયેલું છે. તીર્થકરના દયથી-રૂપથી આત્મા જાગૃત થાય છે. તીર્થકરના સ્મરણ વડે ચિત્તને સમાધિમાં લાવે છે. અર્થાત્ તીર્થકર નામકર્મના પુણ્યાતિશયો વિશ્વમાં સમવસરણાદિ અલૌકિક દૃશ્ય સર્જ છે, જે વિશ્વમાં સર્વ પ્રાણી માટે આકર્ષણ પેદા કરે છે. અને તેમની દિવ્યદેશનાના શ્રવણથી જીવો શાંતિ, પરમ સમાધિ પામે છે.
આવી અલૌકિકતાનું હાર્દ એ છે તે પરમપુરુષોએ સમસ્ત વિશ્વના જીવ પ્રત્યે કેવળ કલ્યાણ કામના કરી હતી. આત્માના એકએક પ્રદેશને તે ભાવનાથી ભરપૂર કર્યો હતો. તેથી કલ્યાણકારી, સહજ અને સર્વોચ્ચ પુણ્યના સ્વામી થઈ વિશ્વના જીવોને દુન્યવી દશ્ય અને શ્રાવ્યથી બચાવી શ્રેષ્ઠતાનાં દર્શન કરાવ્યાં. એવા પુણ્યાતિયોના મૂળમાં સામાયિક છે. આવા મહિમાવાન તત્ત્વોની ઉપાસના કર્તવ્ય છે.
- બધુંય વ્યર્થ ----
સત્સંગ વિના જીવન વ્યર્થ દયાદષ્ટિ રહિત આંખ વ્યર્થ દાન પરોપકાર વગર દ્રવ્ય વ્યર્થ સંતોષ રહિત સંપત્તિ વ્યર્થ સેવાકાર્ય વિનાના હાથપગ વ્યર્થ સન્માર્ગે ગયા વિના બુદ્ધિ વ્યર્થ સ્વાધ્યાય રહિત અહોરાત્ર વ્યર્થ. કથા શ્રવણ રહિત કાન વ્યર્થ. જ્ઞાન રહિત સાધના વ્યર્થ.
–
–
–
–
–
–
–
–
–
–
–
– ભવાંતનો ઉપાય :
૩૮
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org