________________
૯. સામાયિકની ઇમારતના પાયા છે :
સમય અને સમજ સમયનું મૂલ્ય સમજવું હોય કે માનવજન્મની પળેપળ કીમતી છે તો સમયને સુધારી લેવો. સમયની બરબાદી તે જીવનની આબાદીની નાલેશી છે.
સમજ છે તો સમયનું મૂલ્ય છે. સમજ નથી તો જીવનનું અવમૂલ્યન છે. વિષમષ્ટિવાળા માટે જીવનમાં રસકસ નથી. સમ દૃષ્ટિવાળા માટે જીવન પૂરેપૂરું રસમય છે. જીવનના સંયોગોરૂપી જીવનયુદ્ધમાં આંતરિકબળથી જે જીતે છે તે યોગી છે, તેમનું જીવન અમૃતરસથી ભરેલું છે.
સમજણભર્યો વ્યવહાર, ધર્મ કે પુરુષાર્થથી જીવન ઉપવન બને છે. પરંતુ અજ્ઞાનભર્યો પુરુષાર્થ મળેલા ઉપવન સમા જીવનને વેરાન બનાવે છે. સમજણનો અભાવ મંગલમય જીવનને જંગલમય બનાવે છે. માટે સૌ પ્રથમ મળેલા આ જીવનમાં સન્માર્ગની દિશા પકડી પછી તે દિશામાં યોગ્ય રીતે પગલાં માંડવાં.
જ્યાં કંઈ પણ ક્ષતિ લાગે ત્યાં આગવો આગ્રહ ત્યજી સનું અવલંબન લઈ જીવનનાવ ચલાવવી, સંસ્કારવશ દોષ પ્રગટ થશે; પણ ત્યારે દોષને તટસ્થપણે જોવા, પ્રભુનામનો પક્ષ લેવો. માણસમાં પાપ કરવાની શક્તિ છે, તેના કરતાં પ્રભુના નામમાં પાપના પક્ષાલનની વિશેષ શક્તિ છે.
આ પંચમકાળ છતાં માનવને ભવપાર કરવાનાં સાધનો મળે તેવો અનુગ્રહ છે. યુગાવતારી પુરુષોનું યોગબળ સહાયક તત્ત્વ છે, તેઓ યુગના પ્રવાહને યોગ્ય વળાંક આપી પંથની કેડીને કંડારતા રહે છે. સાધકો એ કેડીએ ચાલીને પોતાનું શ્રેય કરી લે છે. તારામાં જો સાત્વિકતા છે શક્તિ છે, તો તું પણ પરહિતની ભાવનાને સેવજે. તેમ કરવા તત્પર રહેજે. એ યુગાવતારી પુરુષોની કેડીએ ચાલવાનો પ્રયાસ કરજે.
હે સુજ્ઞ! તને મળેલા તન, મન, વચન અને ધનનો સદ્વ્યય કરજે. સમતામાં ટકવા માટે તે જરૂરી છે. તનથી સેવાકાર્ય કરજે, મનથી સર્વના સુખમાં સદ્ભાવ કેળવજે, વચનનું સૌંદર્ય સાચવજે, વદન કદાચ સૌંદર્યવાન નહિ હોય તો પણ તારા વચન અને વર્તનની સુંદરતાથી તું સૌને અને પ્રભુને પ્રિય બનીશ. જો તારી પામે ધન છે તો તેનો ઉપયોગ કરી કૃપણતાના શ્રાપથી બચી સામાયિકયોગ
* ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org