________________
કે ભાવ શુદ્ધ થશે પછી સામાયિક કરીશું. સામાયિક સાત્ત્વિક જીવનનું અંગ છે.
કાચ એ કાચ છે. હીરો પણ કાચ છે. બંને પૃથ્વીતત્ત્વ છે. કટ ગ્લાસ જેવો કાચ કાચ જ કહેવાય છે. હીરો કદાચ જરા દોષયુક્ત હોય તો પણ કાચ કરતાં તેની કિંમત વધુ રહેવાની. સામાયિક દોષ રહિત હોવું જ જોઈએ પરંતુ સાવદ્યપાપની પ્રવૃત્તિ કરતાં, ભલે થોડા પ્રમાદ સહિત તે ક્રિયા થાય તો પણ સાવદ્યપાપની નિવૃત્તિ હિતકારી છે. વળી પ્રમાદ મુક્ત થવા પ્રયત્ન કરવો જરૂરી છે. માટે સામાયિક કરવું જરૂરી છે. કારણ કે તે મુક્તિનું સોપાન છે.
મુક્તિમાર્ગના ચાર અંગ સમ્યગૂ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન સમ્યગૂ દર્શન-શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ પૂજન, વંદન, નમન છે. સમ્યગૂજ્ઞાન માટે સાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમ્યગુ ચારિત્ર માટે વ્રત, નિયમ, સંયમ, અહિંસા આદિ છે. સમ્યગૃધ્યાન માટે અનશનથી માંડીને કાયોત્સર્ગ સુધીના સઘળા તપ છે.
આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે. ત્યારે જીવ અનંત ચતુષ્ટયને પામે છે.
સમ્યગુ શ્રદ્ધા રહિત જ્ઞાન સમ્યગું બનતું નથી. જ્ઞાન વગર ચારિત્રનું નિર્માણ થતું નથી. ચારિત્રહીન સમ્યગું ધ્યાન પામતો નથી. આ ચારે અંગમાંથી કોઈ એકની અવગણના એ વિરાધના છે. આ ચારેના સુમેળથી ચારેની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપદને પ્રગટ કરે છે.
સામાયિક દ્વારા શ્રેષ્ઠ દશ્ય અને શ્રવણનું પ્રાગટ્ય
વિશ્વ વિષયોના વિકારમાં આક્રાંત થઈ વિશ્રાંતિ પામતું નથી. સુખ સામગ્રી મેળવીને, કે ભોગવીને પછી દુઃખી શા માટે? કારણ કે બાહ્ય વસ્તુથી વાસ્તવમાં આત્મવેદનમાં સુખ કે તૃપ્તિ ઉપજતી નથી. વળી પુરાણા કાળથી સંસ્કારમાં વિકૃતિની ભેળસેળ થઈ છે. આથી જેમ સૂર્યના તાપથી ઉત્પન્ન થતાં વાદળાં સૂર્યને ઢાંકે છે, વળી એ જ તાપ વડે વાદળાં વરસી જાય છે. અને સૂર્ય આડે આવતાં વાદળાં હટી જવાથી સૂર્ય પ્રકાશિત થાય છે. તેમ આત્માના સુખની આડે અજ્ઞાનનો અંધકાર પથરાઈ ગયો છે તે આત્મશક્તિ વડે જ દૂર થઈ શકે તે શક્તિ એટલે ચિત્તસમાધિ
૩૬
જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org