________________
આત્મા પોતે જ આવો ઐશ્વર્યમય હોવા છતાં આશ્ચર્ય એ છે કે પોતે જ પોતાને ભૂલી ગયો છે. પાણી વચ્ચે મીન પ્યાસી ?
પાની બિચ મીન પિયાસી, મોહિ સૂનસૂન આવૈ હાંસી, ઘરમેં વસ્તુ નજર નહિ આવત, બન બન ફિરત ઉદાસી, આતમજ્ઞાન બિના જગ જૂઠા, ક્યાં મથુરા ક્યાં કાશી ?
કયાં સમેતશિખર ક્યાં શત્રુંજય ?” જ્ઞાનસ્વરૂપ એવા આત્માના મૂળમાં જ્ઞાન છે, તેના ફળમાં પણ જ્ઞાન છે. એ જ્ઞાનનું કાર્ય દુ:ખનાશ છે. આનંદની પ્રાપ્તિ છે. એ આત્મા સ્વસંવેદ્ય છે. આત્મ જ્ઞાન અને સુખ સ્વરૂપ છે. આત્માને આપણે ખારો કે કડવો નહિ કહી શકીએ. કે લાલ-લીલો કહી નહિ શકીએ. તે પ્રમાણે પુદ્ગલને આપણે જ્ઞાન કે આનંદ સ્વરૂપ કહી નહિ શકીએ. દરેક દ્રવ્યનું આવું સ્વતંત્ર સ્વરૂપ છે. પણ આત્મા વેદકગુણવાળો હોવાથી, જ્ઞાનાદિના વેદનથી તે સ્વસંવેદ્ય છે.
તો પછી આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપે કેમ રહેતો નથી? હે સુજ્ઞ ! અજ્ઞાનાવસ્થામાં પણ જાણવાનું કાર્ય તો જ્ઞાન જ કરે છે. પણ વિપરીત જાણે છે. જાણીને પરમાં ભાવ કરે છે. જીવમાત્રનું જ્ઞાન અભ્યાધિક ખુલ્લું જ છે, પરંતુ વેદનમાં શુધ્ધતા જોઈએ તે મોહનીયકર્મથી આવરાઈ ગઈ છે તેથી શુદ્ધાત્માનું વેદન થતું નથી. જ્ઞાન, દશ્ય જનિત છે, સુખ વેદનરૂપે છે.
શુદ્ધ ધ્યાનને અગ્નિ સમું કહ્યું છે, જે કર્મ મળનો નાશ કરે છે. નિર્વાણ પછી ધ્યાન દશા સમાપ્ત થાય છે. પરંતુ જ્ઞાનને તો સ્વરૂપ કહ્યું છે. જ્ઞાન દશામાં કે અજ્ઞાન દશામાં જ્ઞાન તો આત્મા સાથે જ રહે છે. પૂર્ણજ્ઞાન પ્રગટ થતાં જેમ એક પરમાણુ પણ અજ્ઞાત નથી રહેતું તેમ વીતરાગતા પ્રગટ થતાં તે શુદ્ધ પ્રેમ તત્ત્વરૂપે વિકસે છે, ત્યારે જીવસૃષ્ટિનો એક પણ જીવ એ પ્રેમતત્ત્વમાંથી બાદ રહેતો નથી. જેને સામાયિક આત્મસ્વરૂપે લાધ્યું છે તેને જ્ઞાન અને પ્રેમ અભેદપણે હોય છે.
સામાયિક દ્રવ્ય અને ભાવથી વિચારીએ તો બાહ્ય વિધિ આદિ સહિત દ્રવ્ય સામાયિક છે. શ્રુત સામાયિક દ્રવ્ય સામાયિક છે. ભાવશુદ્ધિ, સમતારૂપ અધ્યવસાય, આત્મા સાથે ઉપયોગનું ઐક્ય, તે ભાવ સામાયિક છે. તે ભલે ભૂમિકા પ્રમાણે હોય. પરંતુ ભાવ સામાયિક સાધ્ય છે. એનો અર્થ એવો ન કરવો સામાયિકયોગ
- ૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org