________________
હે સાધક ! તું સત્સમાગમમાં રહેજે સદાચાર સેવજે. સશાસ્ત્રના બોધનું અવલંબન લેજે. સત્ પુરુષના ચરિત્રોને સ્મરણમાં લેજે. તેમાં દઢતાથી ટકી રહેજે. તો સામાયિકથી માંડીને શાશ્વત પદથી પહોંચવું કઠિન નથી. પ્રારંભમાં વિષમતાથી છૂટી સમતામાં આવવું કઠણ છે તો પણ પુરુષના અનુગ્રહે, દેવગુરુ કૃપાએ, કઠણ હોવા છતાં, દુર્લભ હોવા છતાં સુલભ થશે.
આત્મબોધ એવી મૂડી છે, કે તે તેને સાચવી લેશે, દુન્યવી ધન સાચવવા તારે કેટલી વ્યવસ્થા કરવી પડે છે ! કેટલો ભય સેવવો પડે છે. પણ આત્મધન સમતાથી રક્ષિત છે, તે ઉપર કહ્યા તેવા ઝંઝાવાતોથી પણ તારું રક્ષણ કરશે. માટે એકવાર સામાયિક ધર્મને ગ્રહણ કર.
તે સાધક ધન્ય છે, તે જ યથાર્થ જ્ઞાની છે, જેણે સધર્મ પરિણામ પામ્યો છે કે મોહ જનિત અસનો કે તેના અંશનો ત્રિકાળ અભાવ સ્વીકારી, તેનું અંશ માત્ર ચિંતન કરતો નથી. પરંતુ નિરંતર પોતે સચિત્ આનંદ સ્વરૂપ છે તેને જુએ છે અને જાણે છે.
આમ મનુષ્ય પોતાના મિથ્યા ભાવોનું વિસ્મરણ કરી યથાર્થ સ્વરૂપમાં સર્વકાળ માટે જાગૃત રહે છે, ત્યારે તેનાં સર્વ દુઃખોનો અભાવ થાય છે.
શુદ્ધ હૃદયકમળમાં સર્વ સુખનો વાસ છે. મનશુદ્ધિ કર્યા વગર મોક્ષ મેળવવા તપ કરે તે વ્યર્થ છે. કદાચ કાયાથી આરંભ થતો હોય પણ જો મનશુદ્ધિ હશે તો જીવ મોક્ષનો અધિકારી થશે. મનશુદ્ધિ પછી વચનશુદ્ધિ થાય છે, ત્યાર પછી કાયશુદ્ધિ સરળ છે. મનને એકાગ્ર થવું તે શુદ્ધિ છે.
મનને આત્મભાવમાં રોપવા માટે તેની ભૂમિ શુદ્ધ હોવી જરૂરી છે. આત્મપરિણતિમાં મગ્નતા આવે ત્યારે આત્મિક ગુણોનો ભંડાર ખૂલે છે ત્યારે ભય, ખેદ, મોહ, સંશય જેવા મનોવિકારોથી મન મુક્ત થશે. સમતાની ભૂમિકા દઢ થશે. પછી સુખ જ સુખ છે.
સામાયિકયોગ
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org