________________
જન્મ જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને નિઃસાર જોઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય સુખનો ત્યાગ કરીને શાંતિને માટે પ્રવજ્યા ગ્રહણ કરી. તે વખતે તેમણે અશુભને શમાવનારો કલ્યાણમાર્ગનો સાધક એવો શ્રમણનો વેષ ધારણ કર્યો, તથા સામાયિક કર્મનો સ્વીકાર કરીને વ્રતોને વિધિ પુરઃસર સ્વીકાર્યા. તાત્પર્ય કે પ્રભુ શ્રી મહાવીરે સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધવા માટે જે ક્રિયાનો આશ્રય લીધો હતો, તે સામાયિકની ક્રિયા હતી, અને તેની સિદ્ધિ વડે જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
નિરવધ યોગોનું સેવન એટલે પાંચ મહાવ્રત વડે સંવર આરાધના છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તો સંવરની આ ક્રિયાઓ વિચાર, વાણી અને વર્તનને સુધારનારી છે. મનુષ્યમાં રહેલી અધમવૃત્તિઓને નષ્ટ કરનારી છે. સમતા દુઃખોને દૂર કરે છે. અંતમાં મોક્ષના સુખ પહેલા જ પ્રશમરસનું સુખ પ્રાપ્ત કરાવે છે. સંવરનું યથાર્થ આરાધન તે સામાયિક આત્મકલ્યાણનું કારણ છે.
સામાયિકમાં રમણતા કેવી હોય ?
હું સામાયિક કરું છું? હા, હું સમભાવમાં રહું છું. હું સામાયિક કરું છું ? હા, હું મૈત્રીભાવમાં છું.
હું સામાયિકમાં છું ? હા, સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગી છું.
હું સામાયિકમાં છું ? હા, મારી ચિત્તવૃત્તિઓ શાંત છે. હું સામાયિકમાં છું ? હા, સર્વ ભાવ પ્રત્યે ઉદાસીન છું. હું સામાયિકમાં છું ! પ્રમાદ રહિત છું.
હું સામાયિકમાં છું ? વિશ્વના પ્રાણીમાત્ર સુખી હો. હું સામાયિકમાં છું ? હું સ્વરૂપમાં રમણ કરું છું. હું સામાયિકમાં છું ? રાગદ્વેષ પ્રત્યે મધ્યસ્થ છું. હું સામાયિકમાં છું? સમા મારો ધર્મ છે.
સામાયિકયોગ
Jain Education International
For Private & Personal Use Only
* ૨૫
www.jainelibrary.org