________________
અશુભરાગમાં સુખ માને છે. શુભરાગમાં ધર્મ માની ત્યાં જ અટકે છે.
અગારી – વતી શ્રાવક માટે દાનાદિ, વ્રતાદિ, આવશ્યક ક્રિયાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહાર ધર્મ છે, અણગારી - સાધુજનો માટે સમિતિ-ગુપ્તિ, જ્ઞાનાચારાદિ, મહાવ્રતાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહારધર્મ છે. એ બંને શુભરાગ છે. અગારી કે અણગારી ભૂમિકા પ્રમાણે જેટલો અંતર્મુખ થઈ, આત્મલક્ષમાં રહી, શુદ્ધોપયોગમાં ટકે તેટલો ધર્મ છે, મોક્ષમાર્ગની આરાધના છે. શૂન્યથી પૂર્ણની યાત્રા છે.
દર્દીને તાવ આવે ત્યારે તાવ દૂર કરવાની દવા કરતાં સવિશેષ તાવ દરમિયાન જે પીડા વેઠવી પડે છે તેને દૂર કરવા દેવાની જરૂર છે. તે પ્રમાણે જે ઉપયોગમાં સ્વરૂપના આનંદનું વદન હોવા છતાં દુઃખનું વેદન કરે છે. તે દુઃખને - વેદનને દૂર કરવા અને સ્વરૂપ આનંદને મેળવવા ધર્મની આવશ્યકતા છે. શુભરાગમાં અટકવું તે ધર્મની આરાધના નથી. શુભભાવનાનું અવલંબન લેવું તે ધર્મની દિશા તરફ જવા માટે છે. આખરે નિરાલંબન સ્થિતિને સાધ્ય કરવા શુદ્ધોપયોગની મુખ્યતા છે. આ સમ્યગૃષ્ટિ આત્માની શ્રદ્ધા છે. આ શ્રદ્ધાના આધાર પર તે ચારિત્રમોહનીયનો ક્ષય કરતો આત્મવિકાસમાં આગળ વધે છે. તે શૂન્યથી પૂર્ણતાને પામે છે.
જો જીવ સન્માર્ગે છે તો યોગ એ દૈહિક છતાં પણ વરદાન છે. ઉપયોગ આત્મિક વરદાન છે. જો બંને સાવધ પ્રવૃત્તિમાં છે તો શ્રાપ છે. માટે દેવ ગુરુની કૃપા વડે બંને વરદાનની યથાર્થતાને સમજવી અને સન્માર્ગે જવા અથાગ પરિશ્રમ કરવો. જો તું યોગી બને તો જીવનને ઉપયોગી જરૂર બનાવજે. સનાતન સ્કુરિત એવા જ્ઞાનાદિ ઉપયોગથી જીવનને ભરી દે, તે શૂન્યથી પૂર્ણની યાત્રા છે. ___
. પરહિતની વૃત્તિ અને પ્રવૃત્તિમાં સ્વહિતનું સંવેદન થવું. એ સાધના શુદ્ધ રીતે થઈ રહી છે, એનું પ્રમાણ છે. મારા પ્રયત્ન સિવાય મને કોઈ સુખી કરી શકે નહિ, એવા એકાંતવાદમાં જીવરાશિની હિતચિંતા કરનારા | મહાન આત્માઓની અવગણના થાય છે, તેમ જ મહાન આત્માઓનું અસ્તિત્વ જ નથી, અને છે તો તેઓ પોતા સિવાય અન્યનું કંઈ શુભ ! કરી શકતા નથી. એવી મિથ્યા માન્યતાનું પોષણ થાય છે.”
સામાયિકયોગ
જ ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org