________________
નથી તેમ સમ્મ પરિણામની ધારામાં રત્નત્રયનું એકીકરણ થાય છે. સામ અને સમ પરિણામરૂપ સામાયિકના અભ્યાસ-પરિણામથી સ્વભાવતન્મયતા થાય છે. તે ચિન્મય સમાધિ છે. સમતારૂપ પરિણામની ધારાનું સાતત્ય છે. આવી મુનિ અવસ્થામાં આત્માના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. તે મુનિ આત્મસ્વભાવમાં રમણતા, સ્થિરતા અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. પરભાવમાં જવું તે યોગીને દુઃખદાયક છે.
વાસ્તવમાં આ ભૂમિકા યોગની સાતમી કે આઠમી દૃષ્ટિમાં હોય છે. તેઓ અંતરંગ સુખના ભોક્તા છે. બાહ્ય સુખ સામગ્રીમાં ઉદાસીન છે. કોઈ પદાર્થના કર્તા નથી પણ સાક્ષી છે. સ્વસ્વરૂપ પરિણામના કર્તા હોવાથી ભોક્તા છે. સર્વનું આત્મિક સુખ સમાન છે. જેમ મીઠાઈનો સ્વાદ સર્વને સમાનપણે આવે છે. તેમ સમહ્ત્વનું સુખ સમાન છે.
પ્રયોગ : શ્રાવકે દર્શન, પૂજન, આવશ્યકાદિ ક્રિયાઓ વગેરે કરવા. દાનાદિ સદાચાર યુક્ત વ્યવહાર કરવો પ૨માત્માના ગુણોનું ચિંતન કરવું. નિત્ય ધ્યાન ચિંતન કરવું. શત્રુ મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનું નિરંતર ચિંતન કરવું, સુવર્ણ માટી સમાન છે, તે પૃથ્વી તત્ત્વ છે તેમાં મોહ કરવા જેવો નથી તેમ ચિંતવવું. દોષોની નિરંતર ક્ષમાપના કરવી. વ્રત ધારણ કરવા. ૫૨૫દાર્થથી ભેદજ્ઞાન કરવું.
સાધકની ભાવનાનો વિસ્તાર થતો જાય તેમ ચિંતન સૂક્ષ્મ બનતું જાય. આ વિશ્વમાં કોઈ પદાર્થ મારો નથી. આ દેહ પણ મારો નથી. દેહ પડોશી છે. પડોશીનું દુ:ખ જણાય પણ તન્મય ન થવાય. તેમ દેહના દર્દ ઉપયોગમાં જણાય પણ તન્મય ન થાય. આવું ચિંતન સમભાવ પેદા કરે. આમ ભાવના કરતો સાધક સર્વવિરતિના પરિણામનું ચિંતન કરે છે. અને ભવિતવ્યતાના યોગે યોગીપણું પામે છે.
જ્ઞાનનો પરિપાક : આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક, આત્માના શુદ્ધ અનંતગુણમય સ્વરૂપનું પરિણમન તે સમતાયોગ છે. મહામુનિઓની એ અવસ્થા છે. સમતાયોગની આવી ઉચ્ચ દશા અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગ વડે સાધ્ય બને છે.
અધ્યાત્મયોગ : ચિત્તવૃત્તિઓના શમનવાળો, નિર્મળવૃત્તિવાળો નિરંતર અધ્યાત્મયોગને સાધે છે.
સામાયિયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org