________________
સામાયિકનું પાદચિન્હ ભેદજ્ઞાન છે.
આવા ગુણોયુક્ત સાધક સમ્યકત્વ સામાયિકની પ્રાપ્તિ કરે છે. શ્રુત સામાયિક તથા સમ્યક્ત્વ સામાયિક બંને જુગલબંધી જેવા છે. અન્યોન્ય સહાયક છે. આમ સામાયિકના પરિણામની શુદ્ધિ થતાં તે આત્માર્થી દેશવિરતિ સામાયિકની પાત્રતામાં આવે છે. સર્વવિરતિ સામાયિકનો અર્થ :
સર્વ વિરતિ સામાયિકનો અર્થ સર્વસંગ પરિત્યાગી છે. તેની સમસ્ત ક્રિયાભાવના મોક્ષમાર્ગને અનુસરે છે. સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ થતી રહે છે. જિનેશ્વર પ્રણિત તત્ત્વોની અખંડ શ્રદ્ધાનો ધારક હોય છે. ગુરુની આજ્ઞાને આધીન વર્તે છે. અંતે એકાંત સાધનાનો ક્રમ સાધે છે. અંતે નિર્વિકાર સમાધિને પામે છે. નિઃસ્પૃહભાવે ધર્મકાર્યોમાં પ્રયત્નશીલ હોય છે. તેનાં તે સર્વ કાર્યો સામાયિક ચારિત્રને અનુરૂપ કે પૂરક હોય છે. સર્વ જીવની રક્ષાયુક્ત સર્વ વિરતિ સામાયિક છે. ઉપયોગ શૂન્ય સામાયિક અર્થહિન છે. ઉપયોગપૂર્વક સામાયિક ભાવ સામાયિક હોવાથી તે આત્મજ્ઞાનને પ્રગટ કરનારું છે. આત્મામાં પ્રવેશ કરાવે તે સામાયિક છે. દેશવિતિ સામાયિકનો અર્થ :
પોતાની ભૂમિકા અનુસાર શાસ્ત્રોક્તવિધિયુક્ત આરાધન કરે છે. ગુરુનું બહુમાન પૂર્વક વંદન ધર્મશ્રવણ આરાધન કરે છે. નવકાર મંત્ર, જિનેશ્વર ભક્તિ, વિધિ સહિત પૂજા. દાનાદિ ધર્મ પાળે છે. આવશ્યક ક્રિયાઓ નિયમિત કરે છે. વ્રતાદિનું પાલન કરે છે.
આરંભ સમારંભ કે પરિગ્રહનો સંક્ષેપ કરે છે, સાંસારિક પ્રસંગો કે વ્યવહારોને છોડતો જાય છે. ન્યાયનીતિપૂર્વક જીવન જીવે છે. મૈત્રી કે અનિત્યાદિ ભાવનાઓનું ભાવન કરે છે. આ પ્રમાણેના આચરો વડે દેશવિરતિ સામાયિકની શુદ્ધિ કરીને સર્વ વિરતિ સામાયિકની ભૂમિકામાં પહોંચે છે. સામાયિક પદનું રહસ્ય :
સામ, સમ, સન્મ ત્રણે પ્રકાર આત્માના પરિણામ છે. ત્રણે શબ્દો અન્યોન્ય પૂરક છે.
(૧) સામ : મધુર પરિણામ. મૈત્રીભાવથી ભરપૂર હોવાથી તેમાં મધુરતા
સામાયિયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org