________________
સામાયિક છે. ૩. ચારિત્ર સામાયિક :- વિરતિ રૂપ સામાયિક, બે પ્રકારે છે.
૧. સર્વવિરતિ, ૨. દેશવિરતિ
૧. સર્વવિરતિઃ ચારિત્ર સામાયિક મુનિજનોને હોય છે. સર્વસંગ પરિત્યાગી મુનિને સર્વ સાવધપાપ વ્યાપારનો ત્યાગ હોય છે. તે મહાવ્રતી છે. ચારિત્ર આત્માનો વિશુદ્ધ પરિણામ છે. સર્વવિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા સર્વ વિરતિ સામાયિક છે.
૨. દેશવિરતિ : વ્રતધારી શ્રાવકને હોય છે. સાવદ્ય પાપવ્યાપારનો અંશતઃ ત્યાગ હોય છે. તે અણુવતી હોય છે. દેશ વિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા તે દેશ વિરતિ સામાયિક છે.
અર્થાત્ સમતાના પરિણામયુક્ત ઉપયોગ હોય તો તે સામાયિક છે. ઉપયોગ સમતા યુક્ત હોય તો તે વિશુદ્ધ ઉપયોગ કહેવાય છે. શુદ્ધ ઉપયોગમય આત્મા જ સામાયિક સ્વરૂપ છે.
આથી એમ જણાય છે કે આવા મહિમામય સામાયિકની પ્રાપ્તિ કે સામાયિકધર્મ દુર્લભ છે. આ ચારે પ્રકારના સામાયિકનું પરમભાગ્ય માનવને મળ્યું છે. આવો ખજાનો ગુમાવી દેવો તે નવું અજ્ઞાન છે.
અનંત પુદ્ગલ પરાવર્તનકાલ સુધી જન્મમરણની પરિક્કમાં થયા પછી મહાભાગ્યે ચરમપુદ્ગલ પરાવર્તન કાલમાં જીવ આવે છે અપુનબંધક અવસ્થામાં પહોંચે છે. કષાયોની અત્યંત મંદતા થાય છે. ત્યારે વળી ચરમયથાપ્રવૃત્તકરણ પછી વૈરાગ્યના તીવ્ર પરિણામ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સાધક ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ કે શ્રુત સામાયિકની પ્રાપ્તિ કરે છે. આવું મૂલ્ય ચૂકવ્યા વગર અચિંત્ય એવું સ્વરૂપમય તત્ત્વ પ્રાપ્ત થતું નથી. શ્રુત તથા સમ્યકત્વ પ્રાપ્તિનો ઉપાય :
સર્વજ્ઞ પરમાત્મા તથા સદ્ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન, તત્ત્વબોધ શ્રવણની, તીવ્ર જિજ્ઞાસા, ધર્મારાધનામાં દઢ નિષ્ઠા, શત્રુ પ્રત્યે પણ સમભાવ, વિષય વાસના પ્રત્યે વૈરાગ્ય. આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા સહિત તેની પ્રાપ્તિની તીવ્ર અભિલાષા દુઃખી જીવો પ્રત્યે કરુણા. ભવભ્રમણ પ્રત્યે ખેદ દેહ અને આત્માની ભિન્નતાની સજગતા. તેના ભેદજ્ઞાન વગર દર્શનમોહ નષ્ટ નથી થતો. સમ્યક્ત્વ
૪
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org