________________
ઉપયોગની સ્થિરતા આવે ત્યારે સામાયિકના પરિણામ યથાર્થ બને. સામાયિક ઉપયોગની સ્થિરતા માટે છે.
જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન – શુદ્ધજ્ઞાનમય છે. જો સત્તામાં કેવળજ્ઞાન ન હોય તો તેને ઢંકાવાપણું નથી રહેતું કે પછી પ્રગટ થવાપણું નથી. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન પોતે જ અજ્ઞાન છે તેને આવરણ ન હોય. મોહે આ પાંચ જ્ઞાનને આવરિત કર્યા છે.
આપણે જોઈએ છીએ તે ઘી છેક ઘાસમાં તિરોહિત છે. એ ઘાસ ગાયના ઉદરમાં જઈ કેટલોક ભાગ દૂધરૂપે પરિણમે છે, ત્યાર પછી ક્રમે કરીને ઘી બને છે. ઘાસમાં જો દૂધ છે તો તેની પ્રક્રિયા વડે દૂધ થાય છે. તેમ જીવનું સત્તામાં પડેલું કેવળજ્ઞાન યોગ્ય સાધન વડે પ્રગટ થાય છે. ગુરુગમથી મળેલા સામાયિકવડે તેની ટોચે પહોંચાય છે.
સામાયિક એ સમતા છે, સમાધિ અવસ્થાનું દ્યોતક છે. યોગના આઠ અંગમાં આઠમું અંગ છે. સાત અંગ એ દશામાં જવાનાં પગથિયાં છે. ચિન્મય સમાધિ એ આત્માની જ અવસ્થા છે. તે અધ્યાત્મભાવના, ધ્યાન કે સમતા વગર સંભવે નહિ. વળી ધ્યાન કે સમતા અધ્યાત્મભાવના વડે પરિપકવ થાય. – પદાર્થનું યથાર્થ જ્ઞાન ન હોવાથી જીવને પદાર્થમાં રાગાદિભાવ થાય છે. પર પદાર્થમાં કંઈ સુખ નથી એવી શ્રદ્ધા અધ્યાત્મભાવના વડે ટકે છે.
સામાયિકના ત્રણ ભેદ સમ્યકત્વ, ચુત, ચારિત્ર ૧. સમ્યકત્વ સામાયિક - જિનવર કથિત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તથા સદેવ, સતગુરુ, સધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા. શુદ્ધાત્માના લક્ષે પ્રવર્તન તે સમ્યકત્વ સામાયિક છે. આ સમ્યકત્વ પૂર્વના બળવાન આરાધક જીવને સ્વાભાવિકપણે કંઈ પણ નિમિત્ત વગર પ્રગટ થાય છે. તે સાધકાત્માએ પૂર્વે દઢપણે સર્વજ્ઞની કે ગુરુવચનની યથાર્થ શ્રદ્ધા કરીને સંસ્કાર દઢ કર્યો હોય છે. તે સિવાય જીવોને સદ્ગુરુના યોગે, શાસ્ત્ર શ્રવણ વગેરે નિમિત્તથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. નિશ્ચયથી સમ્યગૂશ્રદ્ધામાં ઉપયોગની એકાગ્રતા તે સમ્યકત્વ સામાયિક છે. ૨. શ્રુત સામાયિક :- ગીતાર્થ ગુરુજનોના અત્યંત બહુમાનથી તેમની નિશ્રામાં શાસ્ત્ર અધ્યયનથી, શાસ્ત્રના સૂત્ર અને અર્થ તથા તદુના સેવનથી શ્રુત સામાયિકની પ્રાપ્તિ થાય છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગની એકાગ્રતા તે મૃત સામાયિકયોગ
*
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org