________________
શુક્લધ્યાન ધ્યાવવું. જેથી સમભાવ વૃદ્ધિ પામે. આ સામાયિક વ્રતનાં લક્ષણો છે. આ લક્ષણો દ્વારા આત્મશક્તિ પ્રગટ થાય છે. શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે. સમ્યગ્ દર્શનાદિનો લાભ થાય છે. નિર્જરાનો અમૂલ્ય લાભ થાય છે. રાગદ્વેષથી મધ્યસ્થભાવ થાય છે.
સામાયિક સમભાવની સાધના
=
આયાખલુ સામાઈયંઃ
(આચારાંગ સૂત્ર) તત્ત્વજ્ઞાનીઓએ આત્મા એ જ સામાયિક છે એમ
કહ્યું છે.
સામાયિકના આઠ રહસ્યો
૧. સર્તન.
૨. શાસ્ત્રાનુસારી. શુદ્ધ જીવન ગાળવાનો પુરુષાર્થ.
૩. વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા.
૪. સર્વ જીવો પ્રત્યે બંધુતાની કે મિત્રતાની ભાવના.
૫. રાગ અને દ્વેષને જીતવાનો પ્રયત્ન.
૬. સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની સ્પર્શના.
૭. શાંતિની આરાધના.
૮. અહિંસાની ઉપાસના.
ઉપરના આઠ પ્રકારનું રહસ્ય વિસ્તારથી જુદું લાગે છે. તાત્ત્વિક દૃષ્ટિએ સમભાવની સાધનામાં સઘળો સમાવેશ થઈ જાય છે.
આ આઠે પ્રકારને વિસ્તારથી સમજવા જરૂરી છે.
૧. સતૅન સત્ને પ્રગટ કરનારો માનવનો વ્યવહાર : તે વ્યક્તિ સાથે, કુટુંબ સાથે, વડીલો સાથે, સમાજ સાથે અનેક ક્ષેત્રોમાં જરૂરી છે. ત્યાર પછી પરમાર્થ ક્ષેત્રે વીતરાગદેવની, ધર્મગરની આજ્ઞારૂપ વર્તનની ભૂમિકા આવે છે. જે વડે જીવ સત્ન સ્વયં પ્રાપ્ત કરે છે.
જેમાં દંભ, આડંબર કે માત્ર દેખાવ નથી તેવું સવર્તન સત્પુરુષોના યોગબળ વગર ટકતું નથી. જે સવર્તનમાં નિઃસ્પૃહતા, પ્રેમ, નિખાલસતા અને સહિષ્ણુતા જેવા ગુણો છે. તે દેવગુરુના અનુગ્રહ વડે સપ્રમાણ ટકે છે.
વ્યવહારદૃષ્ટિએ ગૃહસ્થદશામાં પત્ની, ભગિની, માતા-પિતા, સંતાન કે કુટુંબના સર્વ આશ્રિતોની સાથે યોગ્ય રીતે વર્તવું તે સર્તન છે. પત્ની પ્રત્યે
સામાયિકયોગ
Jain Education International
For Private & Personal Use Only
* ૧૧
www.jainelibrary.org