________________
૩ ) સામાયિક : જિનશાસનનો અર્ક જિનશાસન = જિનાજ્ઞાનુસાર પ્રવર્તન.
જિન : રાગદ્વેષને જીતે તે જિન”. રાગ કે, દ્વેષના બળવાન નિમિત્ત છતાં જેઓ ત્યાં પણ મધ્યસ્થ રહ્યા છે તે જિન, તેમની આણ તે શાસન. જિનની આજ્ઞા માન્ય કરે તે જૈન, અથવા આવા જિનવરને જે પૂજે, માને, સત્કારે તે જૈન. આમ જિન-જૈન, રાગ-દ્વેષ રહિત સમતામાં રહેનાર તે જૈન, અર્થાત્ આ શબ્દ સમતારૂપ છે. તેથી તે સામાયિકનો જ દ્યોતક છે. સામાયિક ધર્મ જિન શાસનનો અર્ક છે. સામાયિક આત્મા છે. સ્વરૂપમાં છે. મોક્ષ પ્રાપ્તિ માટેની સર્વ ઉપાસના રાગાદિ રહિત શુદ્ધ અને સમતાયુક્ત અવસ્થામાં સમાય છે. સર્વોત્તમ સમતા એ ઉપાસનાનું હાર્દ છે, તેને વાસી ચંદન કલ્પની ઉપમા આપી છે.
મહાત્મા-મુનિઓ કોઈ વાંસલાથી શરીરને છેદે કે કોઈ ચંદનનો શીતળ લેપ કરે, બંને પ્રત્યે સમાનભાવ રાખે, તે વાસી ચંદન કલ્પની ઉપમા પામે છે. અપકારી પ્રત્યે પણ ઉપકાર, સમભાવ, કરુણા એ મહામુનિઓનું હૃદય છે.
આવી પરમ સમતાનો સાધક સિદ્ધ દશાને પામે છે. માટે દરેક ભૂમિકાને યોગ્ય જે કંઈ ક્રિયા, આરાધના કે ઉપાસના થાય તે સર્વ સમતા-પરમ સમતાયુક્ત હોવી જોઈએ તે સમતાયુક્ત ઉપાસના કર્મક્ષયનું કારણ બને છે. વિષમતા વિવળતા, વ્યાકુળતા સહિતની ક્રિયા ઉપાસના કે તપાદિ કર્મક્ષયનું કારણ બનતી નથી.
દુઃખ ખરાબ છે, અપ્રિય છે, ક્યારે ટળે? એવા અફસોસ કે આકુળતાથી દુઃખ ટળતું નથી. પૂર્વકર્મનો ઉદય છે. જાણીને, પુનઃ આવું દુઃખ ન પડે તેમ વિચારીને વર્તમાનમાં દુ:ખના કારણરૂપ કષાયોના અને વિષયોના ભાવોને મંદ કરી ક્ષીણ કરી સમતામાં આવવું જોઈએ. તેને માટે કોધના પ્રતિપક્ષ ક્ષમા કે મૈત્રીભાવને વિકસાવવો. માનના પ્રતિપક્ષ વિનય અને પ્રમોદને કેળવવા માયાના પ્રતિપક્ષ સરળતા કે કરુણાને કેળવવા અને લોભના પ્રતિપક્ષ સંતોષ કે મધ્યસ્થભાવને કેળવવા. આમ થવાથી સહજ સમતાનો ભાવ ટકશે કષાયો ક્ષણ થશે, પાપો નષ્ટ થશે.
સૌની સાથે આત્મીયતા રાખવી તેને માટે વ્યવહાર ધર્મમાં હું સર્વનો અને ૧૪ જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org