________________
આત્મનિષ્ઠા સ્વયં રાગાદિ રહિત ભાવ છે. આત્મનિષ્ઠા પ્રકાશમય છે. બહારના વિશ્વમાં જેમ અંધકાર અને અજવાળાનો ક્રમ છે, તેવું જીવનમાં છે. અજ્ઞાન તે અંધકાર છે. જ્ઞાન તે પ્રકાશ છે. રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામરૂપ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ગુણોનો લાભ તે સ્વયં સામાયિક છે. જેમ જેમ સમપરિણામ વૃદ્ધિ પામે છે, તેમ તેમ જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિ પામે છે.
આત્મશક્તિને પ્રગટ કરનાર, રાગદ્વેષથી મધ્યસ્થ રાખનાર નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, સમ્યગુશ્રદ્ધાનો સ્પર્શ કરાવનાર, સર્વ જીવરાશિ પ્રત્યે સમત્વની પ્રતિષ્ઠા કરાવનાર, દુર્ગતિને નિવારનાર, મુક્તિ સુધીની યાત્રાનો સાથી બે ઘડીનું શુદ્ધ સામાયિક છે.
સમતા એ જનનીનો એવો ખોળો છે જ્યાં કેવળ વાત્સલ્ય અને રક્ષણ છે.
બે ઘડીના સામાયિકથી માંડી યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચાડી, પરમ વીતરાગતા પ્રગટ કરનાર. અંતે કેવળજ્ઞાન પ્રગટ કરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થવાના મૂળમાં સામાયિક છે.
સામાયિકનું અનુષ્ઠાન સીમાબદ્ધ નથી. તેથી જ અસીમ એવા ચૈતન્યની સ્પર્શનાનું સાધન મનાયું છે. એ ઉપરાંત સામાયિક જ આત્મા કહેવાય છે. ગમે તે મિથ્યા માન્યતાનું સેવન કે આગ્રહ અનુચિત ક્રિયા થવી તે સામાયિકના વિધાનથી બહાર છે. સામાયિકની વિધિ કરવાનું માહાભ્ય તેનાં સૂત્રો સૂચવે છે. સૂત્રોમાં સમગ્ર વિશ્વ પ્રત્યેનો અભાવ અને આત્મ સ્વભાવને પ્રગટ કરનારા અર્થો ભર્યા છે.
આ બે ઘડીનું શુદ્ધ સામાયિક જીવના અનાદિકાળના થયેલા પરિભ્રમણનો છેદ કરે છે, ભાવિ ભવભ્રમણ ટળે છે. જેના દર્શનની કેટલીક વિશિષ્ટતામાં આ એક વિશિષ્ટતા છે. જેમાં આવાં વિધાનોનું સર્જન છે. માટે ગીતાર્થજનો કહે છે તું જો સમભાવ વડે સ્વરૂપમાં સંતુષ્ટ છું તો સમગ્ર સૃષ્ટિ તારા પ્રત્યે સંતુષ્ટ છે. માટે જનસમૂહને તુષ્ટ કરવાનું જવા દે અને તારી જાતને સમતામાં સ્થિર કર. કારણ કે ગતને રૂડું દેખાડવા તું પૂરી જિંદગી ખર્ચે તો પણ અસારમાં ઊભેલો જનસમૂહ ખુશ થવાનો નથી. માટે આ એક ભવ હવે તું સ્વયે તારામાં જ સંતુષ્ટ થા. જેથી તારું શુદ્ધ સ્વરૂપ જ વિશ્વ વ્યાપક થઈ વિશ્વકલ્યાણનું નિમિત્ત બનશે.
૧૬
૮
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org