________________
શ્રી સદ્ગુરુભ્યો નમઃ ૧. શ્રી જ્ઞાનસારગ્રંથના શમાષ્ટકની
વાચનાની સ્મૃતિનોંધ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીજીના સાન્નિધ્યમાં વાચનાનું આ સંભારણું છે હૈદ્રાબાદ તા. ૧૬-૧-૯૯ થી તા. ૧૯-૧-૯૯ શ્રી જ્ઞાનસાર ગ્રંથના શમાષ્ટકના પ્રથમ શ્લોક આધારિત વાચનાની નોંધને અત્રે ઉધ્ધત કરવામાં આવી છે.
વિકલ્પ વિષયોત્તીર્ણ: સ્વભાવાલમ્બનઃ સા |
જ્ઞાનસ્ય પરિપાકો : સ શમઃ પરિકીર્તિત- ૧. શમાઇક-જ્ઞાનસાર અર્થ : વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ, નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિણામ તે સમભાવ કહેવાય.
કંઈક છું, કંઈ દાનાદિ કરું છું, વગેરે વિકલ્પ રહિત અત્યંત શુદ્ધ પરિણામ તે આત્માનું અવલંબન છે. જ્ઞાનસ્વરૂપ એવી આત્માની આ દશાને સમભાવ કહે છે. જ્ઞાનનું પરિપક્વ થવું તે સમભાવ છે.
સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહાર જ્ઞાન, જેનાથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. જ્ઞાનથી મોહ નષ્ટ થાય, જીવ સંસારનાં દુઃખોથી મુક્ત થાય, માન સરોવરનો હંસ ગંદા પાણીમાં મુખ ન નાંખે તે તો મોતીનો ચારો ચરે તેમ, સાધક-જ્ઞાની સંસારના વ્યવહારિક પ્રયોજનને અગ્રિમતા ન આપે. તે તો જ્ઞાનીઓએ આપેલો બોધ ગ્રહણ કરે.
કરેમિભંતેનું સૂત્ર કે નવકારનું એક પદ પણ આત્મજ્ઞાન કરાવે જે મોક્ષનું સાધન છે. આત્મજ્ઞાન જેવું ઉત્તમ સાધન બીજું કોઈ નથી. આત્મજ્ઞાન વિભાવ રહિત સ્વભાવની શુદ્ધિ કરાવે. દોષો નષ્ટ થાય, ગુણોની વૃદ્ધિ થાય, ચારિત્ર શુદ્ધિ થાય, વિરતિધર્મમાં આવે. આ પ્રકારે જ્ઞાનનું ફળ વિતિ છે, વૈરાગ્ય છે.
આવું આત્મજ્ઞાન ગુરુગમ વડે મળે તે માટે ગુરુનું બહુમાન તે, અવંધ્યા કારણ છે. ગુરુના બહુમાન રહિત શાસ્ત્રનું જ્ઞાન જીવનું પતન કરાવે. આજન્મે કે અન્ય જન્મે ગુરુ તીર્થંકરનો યોગ કરી આપે છે. માટે ગુરુગમ સર્વોચ્ચ સાધન છે. ગુરુ પ્રત્યે બહુમાન વડે તેમનું વચન સાધકને પ્રેરક બને છે. તે શુભભાવના
ભવાંતનો ઉપાય : સામાયિક્લોગ * ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org