________________
પ્રગશાળામાં નહોતું કર્યું છતાં પોતાના આત્માના સ્પન્દનના વિસ્તાર અને જ્ઞાનના વિશદીકરણ દ્વારા તેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપ આદિને સમજી શક્યા હતા. મહાવીર જ્યારે જગતને અનાદિ અને અનન્ત કહે છે ત્યારે એનો એ અર્થ છે કે સંસારને ન તે કોઈ પેદા કરી શકે છે અને ન તે એને અંત આણી શકે છે. પરિવર્તન ભલે ગમે તે પ્રકારે થયા કરે એની અનન્તતા (સંખ્યાના વિસર્જન)નું એ ગણિત અદ્ભુત છે.
એક કુશલ મનોવૈજ્ઞાનિકની જેમ મહાવીરે પ્રાણીઓનાં માનસિક–સ્પન્દન અને એના બાહ્ય-પ્રભાવની વિસ્તૃત ચર્ચા કરી છે. જીવ–અજીવનાં બંધ અને મુક્તિનું વિશ્લેષણ મહાવીરે ખૂબ સૂક્ષ્મતાથી કર્યું છે. એમાંથી કર્મ–સિદ્ધાન્ત પ્રતિફલિત થયેલ છે. મહાવીરનું કથન છે કે જીવમાં ચિતન્યની સાથે જ અચેતન અંશ છે તે જ કમને આકર્ષે છે. એટલે સદા પૂર્ણ રીતે સજાગ રહે અને મૂછ અને અચેતનતાનું ખંડન કરો. મહાવીર દ્વારા થએલી પ્રાણીઓની. આ માનસિક ચિકિત્સા છે. ચેતનતામાં જીવવું એ જ ધર્મ છે. અને ધર્મના અનુષ્ઠાન દ્વારા જ આત્માનું શુદ્ધીકરણ થાય છે. ૧
મહાવીર જાગૃત પુરુષાથ હતા. પોતાના આત્મા પ્રત્યે એટલા જાગૃત હતા કે એમને પિતાની મુક્તિ માટે અન્ય કેઈને પણ સમર્પણ થવાની આવશ્યકતા રહી નહીં. એમણે એ શ્રદ્ધને ખતમ કરી નાખ્યું કે કોઈ એક સમર્પણ કરનાર આત્મા છે અને બીજે અનુકંપા કરનાર આત્મા છે. આમાના બે સ્વભાવ હોઈ જ ન શકે એટલે એમણે સજાગ અને પુરુષાર્થી આત્માને જ પરમાત્મા તરીકે સ્વીકાર્યો છે. ઈશ્વરત્વને ઓળખનાર ભાગ્યે જ કોઈ મહાવીર સમાન થયા હોય. સ્વયં જાગવાનું કોઈ પણ મહાવીર પાસેથી શીખી શકે છે. એમણે નિયમેનો સ્વીકાર કરી નિયતાને તિરોહિત કરી દીધા.
8. gir ધમપદિમ, ૬ સે બાવા પન્નવાઈ ! –થાન, ૧, ૨, ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org