________________
શકાય . તિપ્રસાદ જેને પિતાના “ભારતીય ઈતિહાસઃ એક દષ્ટિ' નામના ગ્રંથમાં આ પ્રમાણેની કેટલીક સમાનતાને સંકેત કર્યો છે.
સિંધુ નદીની ખીણની સભ્યતાના પ્રાપ્ત અવશેના આધારે એવું પ્રતીત થાય છે કે એના પુરસ્કર્તા પ્રાચીન વિદ્યાધર જાતિના લેકે હતા તથા એમના ધાર્મિક માર્ગદર્શકે મધ્યપ્રદેશના તે માનવવંશી મૂળ આર્યો હતો કે જે શ્રમણ–સંસ્કૃતિના ઉપાસક હતા. સંભવનાથનું વિશિષ્ટ ચિહ્ન અશ્વ છે અને સિંધુ દેશ હમેશાં એના ૌધવ અશ્વો માટે પ્રસિદ્ધ છે. મૌર્યકાલ સુધી સિન્ડમાં એક સંભૂતક નામને જનપદ અને સાંભવ (સબ્જ) જાતિના લોકો રહેતા હતા, જે અંગે સંભવ છે કે તેઓ સંભવનાથની પરંપરા સાથે સંકલાયેલા રહ્યા હોય. એ પ્રમાણે સિંધુ-સભ્યતામાં નાગફણના છત્રથી યુક્ત કલાકૃતિઓ પણ પ્રાપ્ત થઈ છે, જે સાતમા તીર્થંકર સુપાર્શ્વની હોઈ શકે છે. એમનું ચિહ્ન-લાંછન સ્વસ્તિક છે અને તત્કાલીન સિધુ ઘાટીમાં સ્વસ્તિક એક અત્યંત લેકપ્રિય ચિહ્ન હોવાનું જણાય છે. આ પ્રમાણે જૈન ઈતિહાસમાં વીસ તીર્થકરોની પરંપરા ફક્ત મિથ્યા નથી, પણ એનું પિતાનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ છે. એ વાત જુદી છે કે ઈતિહાસના સ્તરમાં તે હજી સુધી છુપાઈ રહ્યું છે. - માનવ-સત્યતાની સાથે સાથે શ્રમણ-સંસ્કૃતિ કદમ મિલાવે તે કારણે ભારતીય મહાપુરુષોનો સંબંધ એકબીજા સાથે જળવાઈ રહ્યો છે. પછી ભલે તે શ્રમણ-પરંપરાના હોય અથવા વૈદિક પરંપરાના હેય. વીસમા તીર્થકર મુનિ સુવ્રતને સમય રામાયણને ઘટનાકાળ મનાય છે. રામની કથામાં એ અંગે વિવરણ પણ મળે છે. ૨૧ મા તીર્થંકર નમિ મિથિલાના રાજા હતા. એમણે હિંદુ પુરાણમાં પણ રાજા જનકના પૂર્વજ માનવામાં આવ્યા છે. નમિની અનાસક્તિ-વૃત્તિ મિથિલામાં છેક જનક સુધી જોવા મળે છે. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org