________________
૧
એક અસુરક્ષાની સ્થિતિએ સુરક્ષા તેમજ સહયોગને પડકાર કર્યો. એમાંથી સામૂહિક વ્યવસ્થા પ્રતિકૂલિત થઈ, જેથી જૈન-સાહિત્યમાં એને ‘કુલ’ નામ આપવામાં આવ્યું. અને જેણે એ વ્યવસ્થાના શ્રીગણેશ માંડ્યા એને ‘કુલકર’ કહેવામાં આવ્યા. જૈન-પરંપરામાં આ પ્રકારના ૧૪ કુલકરાની માન્યતા છે. પ્રત્યેક કુલકરે વ્યવસ્થાને એક પ્રકારની ગતિ આપી. અંતિમ કુલકર નાભિ હતા. એમના સમય સુધીમાં વિભાજનની વ્યવસ્થાની સાથે સાથે સામાન્ય દંડ-વ્યવસ્થાના પણ પ્રારંભ થઈ ગયા હતા. સમાજમાં કેવલ સ્ત્રી-પુરુષનાં યુગલ જ હતાં. ક્રમશઃ આ સ્થિતિમાં પણ પરિવર્તન થયું. કુલકર નાભિ અને એની પત્ની મરુદેવીનુ જે યુગલ થયુ અને પ્રથમવાર નામ આપવામાં આવ્યું. પુત્રનું નામ ઋષભદેવ અને સહજાત કન્યાનું નામ સુમરેંગલા રાખવામાં આવ્યું. આ ઘટના વિશેષને કારણે જુદા જુદા સમૂહના અલગ અલગ વંશ ખનવાની શરૂઆત થઈ ગઈ.
ભગવાન ઋષભદેવના જીવનક્રમે માનવ સભ્યતાને એક નવે વળાંક આપ્યા. એના પુત્ર ભરત, માહુબલી તેમજ સુપુત્રીએ બ્રાહ્મી અને સુંદરીએ નવી વૈવાહિક પર પરાનુ પોતાના સંબધા દ્વારા સમન કર્યું. ઋષભદેવ રાજા ખન્યા એટલે રાજ્યવ્યવસ્થા પણ જન્મી. નગર તેમજ ગામડાઓનું નિર્માણુ અને એની સુરક્ષા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી, ખાદ્ય સમસ્યાના સામનેા કરવામાં આવતાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને પાક–વિદ્યાના પ્રારંભ થતાં પાત્ર–નિર્માણકાર્ય દ્વારા શિલ્પને આરભ થયેા. કલા, લિપિ તેમજ વિજ્ઞાન(ગણિત)ના શિક્ષણના બ્રાહ્મી તેમ જ સુંદરીના શિક્ષણથી પ્રાર’ભ થયેા. ધીમે ધીમે તેના સમાજમાં પશુ વિકાસ થયે. ઋષભદેવકાલીન એ સામાજિક વ્યવસ્થામાં ઉન્નતિના સમયે વ્યક્તિવાદ લગભગ અદૃશ્ય થઈ ગયા અને સમષ્ટિ વિકસીને નજર સમક્ષ આવી. એ નાથી મનુષ્યનું જીવન સુખમય તેા ખન્યું પરંતુ એનામાં મમત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org