________________
૫૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) प्राकृतशब्दसामान्यापेक्षत्वात् चर्मकारकोत्थः रजकनीलिकोत्थश्च क्रोध इति गृह्यते, भावक्रोधस्तु क्रोधोदय एव, स च चतुर्भेदः, यथोक्तं भाष्यकृता-“जलरेणुभूमिपव्वयराईसरिसो चउब्विहो कोहो" प्रभेदफलमुत्तरत्र वक्ष्यामः । तत्थ कोहे उदाहरणं-वसंतपुरे णयरे उच्छन्नवंसो एगो दारगो देसंतरं
संकममाणो सत्थेण उज्झिओ तावसपल्लिं गओ, तस्स नामं अग्गिओत्ति, तावसेण संवड्डिओ, जम्मो 5 नामं सो तावसो, जमस्स पुत्तोति जमदग्गिओ जाओ, सो घोरं तवच्चरणं करेइ, विक्खाओ जाओ।
इओ य दो देवा वेसाणरो सड्डो धनंतरी तावसभत्तो, ते दोवि परोप्परं पन्नवेंति, भणंति यसाहुतावसे परिक्खामो, आह सड्ढो-जो अम्हं सव्वअंतिगओ तुब्भ य सव्वप्पहाणो ते परिक्खामो । इओ य मिहिलाए णयरीए तरुणधम्मो पउमरहो राया, सो चंपं वच्चइ
તે વિચારાઈ ગયો છે. (કારણ કે ક્રોધનો કષાયમાં અંતર્ભાવ થઈ જાય છે.) છતાં જ્ઞશરીર10 ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવા દ્રવ્યક્રોધ તરીકે, ક્રોધ શબ્દ પ્રાકૃતશબ્દસામાન્યની અપેક્ષાવાળો
હોવાથી (અર્થાતુ પ્રાકૃત ભાષામાં ક્રોધ શબ્દને મળતા જેટલા શબ્દો છે તે અહીં સમજવાના હોવાથી) ચમારનો કોથળો, ધોબીનો ગળીનો કોથળો વ્યતિરિક્ત દ્રવ્યક્રોધ તરીકે જાણવા.
ભાવક્રોધ એટલે ક્રોધનો ઉદય જ, અને તે ચાર પ્રકારે છે. ભાગ્યકારે કહ્યું છે – “જળરેણુ-ભૂમિ અને પર્વતની રેખા સમાન ચાર પ્રકારનો ક્રોધ છે.” આ ક્રોધના પેટાભેદો અને ફળો 15 અમે આગળ કહીશું. ક્રોધનું ઉદાહરણ આ પ્રમાણે છે –
ક્રોધ ઉપર જમદગ્નિકનું દૃષ્ટાન્ત ; વસંતપુર નગરમાં જેના વંશનો નાશ થયો છે એવો એક બાળક દેશાંતરમાં જતા સાર્થથી છૂટો પડેલો તાપસોની પલ્લિમાં પહોંચ્યો. તેનું નામ અગ્નિક હતું. તાપસ પાસે તે મોટો થયો.
તે તાપસનું નામ જમ હતું. આ બાળક જમનો પુત્ર હોવાથી તેનું જમદગ્નિક નામ પડ્યું. તે 20 ઘોર તપનું આચરણ કરે છે. ચારે બાજુ વિખ્યાત થયો.
આ બાજુ બે દેવો હતા, એક વૈશ્વાનર જે શ્રદ્ધાવાન હતો (અર્થાત્ જિનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળો હતો) અને બીજો ધનવંતરી કે જે તાપસનો ભક્ત હતો. તે બંને એકબીજાને સમજાવે છે અને કહે છે કે – આપણે સાધુ અને તાપસની પરીક્ષા કરીએ. ત્યારે શ્રાદ્ધદેવ બોલ્યો કે – “જે અમારામાં
સર્વાન્તિક છે (અર્થાત્ જે સૌથી ઓછો વિનીત છે) તે અને તમારા તાપસોમાં જે સર્વપ્રધાન હોય 25 તેની આપણે પરીક્ષા કરીએ.”
આ બાજુ મિથિલા નગરીમાં નવો-નવો ધર્મ પામેલો પદ્મરથ નામે રાજા હતો. એકવાર
२१. जलरेणुभूमिपर्वतराजीसदृशश्चतुर्विधः क्रोधः । २२. तत्र क्रोधे उदाहरणम-वसन्तपुरे नगरे उत्सन्नवंश एको दारको देशान्तरं संक्रामन् सार्थेनोज्झतस्तापसपल्लीं गतः, तस्य नामाग्निक इति, तापसेन
संवर्धितः, यमो नाम स तापसः, यमस्य पुत्र इति जामदग्न्यो जातः,स घोर तपश्चरणं करोति, विख्यातो 30 નાતઃ | ત તૌ રેવ-વૈશ્વાન: શ્રાવો ઘવારી (૨) તાપમ:, ત તાપ પરસ્પર પ્રજ્ઞાપયત:,
भणतश्च-साधुतापसी परीक्षावहे, आह श्राद्धः-योऽस्माकं सर्वान्तिको युष्माकं च सर्वप्रधानस्तौ परीक्षावहे। इतश्च मिथिलायां नगर्या तरुणधर्मा पद्मरथो राजा, स चम्पां व्रजति