________________
૨૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) उज्जुसुओ पढमं समुट्ठाणेणं नेच्छइ, किं कारणं ?, भगवं चेव उट्ठाणं, स एव वायणायरिओ गोयमप्पभिईणं, तेण दुविहं-वायणासामित्तं लद्धिसामित्तं च, जं भणियं-वायणायरियणिस्साए सामाइयलद्धी जस्स उप्पज्जइ, तिण्णि सद्दणया लद्धिमिच्छंति, जेण उट्ठाणे वायणायरिए य विज्जमाणेवि अभवियस्स ण उप्पज्जइ, लब्धेरभावात्, एवं उप्पण्णं अणुप्पण्णं वा सामाइयं 5 कज्जइ, कयाकयंति दारं गतं, अधुना द्वितीयद्वारमधिकृत्याऽऽह-केन' इति, केन कृतमित्यत्र निर्वचनम्, 'अर्थतः' अर्थमङ्गीकृत्य 'तत्' सामायिकं 'जिनैः' तीर्थकरैः, सूत्रं त्वङ्गीकृत्य गणधरैरिति, व्यवहारमतमेतत्, निश्चयमतं तु व्यक्त्यपेक्षया यो यत्स्वामी तत्तेनैवेति, व्यक्त्यपेक्षश्चेह तीर्थकरगणधरयोरुपन्यासो वेदितव्यः, प्रधानव्यक्तित्वाद्, अन्यथा पुनरुक्तदोषप्रसङ्ग इति, उक्तं च
ઋજુસૂત્રનય સમુત્થાનને કારણ તરીકે માનતો નથી, કારણ કે તેનું એવું કહેવું છે કે 10 ભગવાન (=ભગવાનનું શરીર) પોતે જ સમુત્થાન છે, અને ભગવાન પોતે જ ગૌતમસ્વામી વિગેરેના
વાચનાચાર્ય છે. આમ, બંને કારણો એક જ હોવાથી બે પ્રકારના જ કારણો માનવા જોઈએ–વાચના અને લબ્ધિ. કારણ કે કહ્યું છે કે – વાચનાચાર્યની નિશ્રાવડે સામાયિકલબ્ધિ પ્રાપ્ત થાય છે. માટે વાચના પણ કારણ છે જ.) શબ્દાદિ ત્રણ નવો લબ્ધિને જ ઇચ્છે છે, કારણ કે સમુત્થાન અને
વાચનાચાર્ય વિદ્યમાન હોવા છતાં અભવ્યને લબ્ધિનો અભાવ હોવાથી સામાયિક પ્રગટ થતું નથી. 15 આ પ્રમાણે કેટલાક નિયોની અપેક્ષાએ ઉત્પન્ન અને કેટલાક નિયોની અપેક્ષાએ અનુત્પન્ન એવું સામાયિક કરાય છે. કૃતાકૃત દ્વાર પૂર્ણ થયું.
હવે બીજા દ્વારને આશ્રયીને કહે છે – કોનાવડે સામાયિક કરાયું=રચાયું છે? અહીં ઉત્તર અપાય છે કે – અર્થને આશ્રયીને તે સામાયિક તીર્થકરોએ અને સૂત્રને આશ્રયીને ગણધરોએ રચેલું છે. આ વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. બાકી નિશ્ચયનયના મતે વ્યક્તિની અપેક્ષાએ 20 અર્થાત્ જે જેનો સ્વામી હોય તે વસ્તુ તેનાવડે જ કરાઈ કહેવાય છે અને અહીં જે તીર્થકર -
ગણધરોનો ઉપન્યાસ કર્યો છે, તે વ્યક્તિની અપેક્ષાએ જાણવા યોગ્ય છે, કારણ કે તેઓ પ્રધાનવ્યક્તિ છે. (અર્થાતુ અહીં વ્યવહારથી નહીં, પરંતુ નિશ્ચયમતે સામાયિકના સ્વામી બતાવ્યા છે. તેથી નિશ્ચયથી સામાયિકના સ્વામી તો સાધુ વિગેરે બધાં જ છે છતાં તે સર્વોમાં તીર્થકર–ગણધર પ્રધાન
હોવાથી મૂળમાં તેઓનું ગ્રહણ કર્યું છે. આમ, જે જેનો સ્વામી હોય તે તેના વડે કરાયેલું કહેવાય 25 એ ન્યાયે તે તે વ્યક્તિની અપેક્ષાએ અહીં આ દ્વાર સમજવાનું છે.)
અન્યથા = જો આ રીતે વ્યક્તિની અપેક્ષાએ કહેવાને બદલે વ્યવહારથી કહેવાનું હોય તો પૂર્વે ઉપોદ્દાતનિયુક્તિના નિર્ગમદ્વારમાં સામાયિકના કર્તા તીર્થકરો અને ગણધરો છે એમ કહી જ દીધું હોવાથી પુનરુક્ત દોષ આવીને ઊભો રહે છે. (તે ન આવે તે માટે એટલું જ જાણવું
२. ऋजुसूत्रः प्रथमां समुत्थानेन (इति) नेच्छति, किं कारणं ?, भगवानेवोत्थानं, स एव 30 वाचनाचार्यो गौतमप्रभृतीनां, तेन द्विविधं वाचनास्वामित्वं लब्धिस्वामित्वं च, यद्भणितं-वाचनाचार्यनिश्रया सामायिकलब्धिर्यस्योत्पद्यते, त्रयः शब्दनया लब्धिमिच्छन्ति, येन उत्थाने वाचनाचार्ये च विद्यमानेऽपि अभव्यस्य नोत्पद्यते, एवमुत्पन्नं अनुत्पन्नं वा सामायिकं क्रियते, कृताकृतमिति द्वारं गतं ।।