________________
‘ત અંતે ! પરવામિ' પદોનો અર્થ (નિ. ૧૦૪૭) તા ૩૪૫ करोमि न कारयामि नानुजानामीति 'यथासङ्ख्यमनुदेशः समानाना मिति यथासङ्ख्यकमनिष्टं मा प्रापदिति त्रिविधेनैकैकमुच्यते, त्रिविधमित्यत्राप्ययमेव प्रायः परिहार इति गाथार्थः ॥१०४७॥ इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, 'तस्य भदन्त ! प्रतिक्रमामी 'त्यत्र भदन्तः पूर्ववद् अतिचारनिवृत्तिक्रियाभिमुखश्च तद्विशुद्ध्यर्थमामन्त्रयत इति अत्राऽऽह-ननु पूर्वमुक्त एव भदन्तः स एवानुवर्तिष्यते, एवमर्थं चादौ प्रयुक्त इत्यतः किं पुनरनेनेति ?, अत्रोच्यते, अनुवर्तनार्थमेव अयं पुनरनुस्मरणाय 5 प्रयुक्तः, यतः परिभाषा-अनुवर्तन्ते च नाम विधयो, न चानुवर्तनादेव भवन्ति, किं, तर्हि ?, यत्नाद्भवन्ति, ‘स चायं यत्नः पुनरुच्चारण'मिति, अथवा सामायिकक्रियाप्रत्यर्पणवचनोऽयं જ લખ્યા હોત તો આ ત્રણે પદોને કોઈ “કરીશ નહી, કરાવીશ નહિ કે કરતા એવા અન્યને અનુમોદીશ નહિ એ પદો સાથે ક્રમશઃ જોડી “મનથી કરીશ નહિ, વચનથી કરાવીશ નહિ અને કાયાથી અનુમોદીશ નહિ આવો અનિષ્ટ અર્થ પ્રાપ્ત કરી બેસે, કારણ કે “સમાનોનો ક્રમશઃ સંબંધ 10 જોડાય છે' (અર્થાત આગળ ત્રણ પદો છે અને પાછળ ત્રણ પદો છે. માટે બંને સ્થાને ત્રણત્રણ પદો હોવાથી સમાન એવા આ પદોનો ક્રમશઃ સંબંધ જોડાય) એવો ન્યાય છે. આમ આ રીતે જોડવાથી કોઈ ખોટો અર્થ કરી ન બેસે તે માટે ત્રિવિધવડે એકેક કહેવાય છે. અર્થાત્ ત્રિવિધેન કરીશ નહિ, ત્રિવિધેન કરાવીશ નહિ વિગેરે. આ કારણથી ‘ત્રિવિધેન’ શબ્દ મૂક્યો છે.)
આ જ રીતે ત્રિવિધ ત્રિવિધેન' અહીં ત્રિવિધ શબ્દ પણ અયોગ્ય છે કારણ કે સૂત્રમાં 15 આગળ કરીશ નહિ.. વિગેરે કહ્યું જ છે.” આવી ‘ત્રિવિધ' શબ્દ માટે કોઈ શંકા કરતું હોય તો ત્યાં પણ આ જ પ્રમાણે પ્રાયઃ પરિહાર = ઉત્તર જાણી લેવો. તે ૧૦૪૭ | પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. પ્રસ્તુત વિચારીએ. તેમાં “તે સાવદ્યયોગની હે ભદન્ત ! હું નિંદા કરું છું.” – અહીં ભદન્ત શબ્દ પૂર્વે કહ્યું તે પ્રમાણે બનેલો છે અને અતિચારોથી નિવૃત્તિક્રિયાને અભિમુખ એવો શિષ્ય અતિચારોની વિશુદ્ધિ માટે ગુરુને આ શબ્દ દ્વારા આમંત્રણ કરે છે.
શંકા : પૂર્વે કહેવાયેલો ભદન્ત શબ્દ જ અહીં પણ સમજી લેવાનો, કારણ કે આમંત્રણ માટે જે શરૂઆતમાં ભદન્તશબ્દનો પ્રયોગ કર્યો હતો. તો અહીં ફરીથી ભદન્ત શબ્દ શા માટે ગ્રહણ કર્યો ? - સમાધાન : પૂર્વે જે શબ્દ કહ્યો છે તે શબ્દ જ અહીં જાણવાનો છે, છતાં (હું શુદ્ધિ માટે ગુરુ પાસે ઉપસ્થિત થયો છું એવા પ્રકારનું) અનુસ્મરણ પોતાને (=શિષ્યને) થાય તે માટે આ 25 શબ્દ ફરીવાર અહીં ગ્રહણ કર્યો છે, કારણ કે પાણિની વિગેરે વ્યાકરણકારોની આ પરિભાષા છે કે - વિધિઓ અનુસરે છે (અર્થાત્ શરૂઆતમાં કરેલું વિધાન સંપૂર્ણ સૂત્રને અનુસરે છે.) પરંતુ અનુસરવા માત્રથી વિધિઓની અનુવૃત્તિ થઈ નથી (અર્થાત્ શરૂઆતમાં વિધાન કરવા માત્રથી સંપૂર્ણ સૂત્રને લાગુ પડી જાય એવું નહિ.) તો કેવી રીતે અનુવૃત્તિ થાય ? યત્નથી થાય, ફરીથી તેનું ઉચ્ચારણ કરવું એ જ એનો યત્ન છે. આમ, ફરીથી તેનું ઉચ્ચારણ કરવાથી 30 અનુવૃત્તિ થાય છે.
20