Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 410
________________ • પરિશિષ્ટ-૨ = ૪૦૧ હવે કોઈ વખત હાથી બાંધવાના સ્તંભથી અનલગિરિ હાથી એકદમ મદોન્મત્ત ગાઢ મદવાળો બની છૂટી ગયો. ત્યારે રાજાએ અભયને પૂછ્યું કે, “શું કરવું?” ત્યારે અભયે કહ્યું, “(વત્સદેશનો). ઉદયનરાજા જો વાસવદત્તા (પ્રદ્યોતરાજાની પુત્રી) કન્યાની સાથે ભદ્રાવતી હાથણી ઉપર બેસીને ગાયન સંભળાવે તો હાથી વશ થાય.” પ્રદ્યોતે ઉપાયપૂર્વક પોતાના વશમાં લીધેલા ઉદયન રાજાને અને પોતાની પુત્રી વાસવદત્તાને અનલગિરિ પાસે જઈ ગાયન કરવા કહ્યું. ગાયન ગાયું, હાથી 5 વશ થયો, એટલે બાંધી લીધો. ફરી અભયને વરદાન આપ્યું, એટલે થાપણ રૂપે રાખ્યું. કોઈક સમયે અવંતીમાં રાક્ષસી અગ્નિ ઉત્પન્ન થયો કે જે ધૂળ, પાષાણ, ઇંટાળા વગેરેથી પણ વધારે સળગે છે. એમ કરતાં મોટો ભયંકર નગરદાહ ઉત્પન્ન થયો, ત્યારે રાજા ચિંતવવા લાગ્યો કે, અત્યારે અહીં કેવી વિપરીત આપત્તિ ઊભી થઈ છે !! અભયને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે – “જાણકાર લોકોનું એવું કથન છે કે, “આ વિષયમાં લુચ્ચા પ્રત્યે લુચ્ચાઈ અને ઝેરનું ઔષધ ઝેર, 10 તેમ અગ્નિનો શત્રુ અગ્નિ અને થીજેલાનો શત્રુ પણ અગ્નિ-ઉષ્ણતા છે.' ત્યાર પછી જુદી જાતિનો અગ્નિ વિદુર્થો. તે પ્રયોગથી નગરદાહ શમી ગયો. એમ ત્રીજું વરદાન મેળવ્યું અને તે પણ થાપણ તરીકે હાલ રાજા પાસે અનામત રખાવ્યું. કોઈ વખત ઉજ્જયિની નગરીમાં ભયંકર રોગચાળો ઉત્પન્ન થયો. અભયને ઉપાય પૂછતાં તેણે આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો - 15 “અંતઃપુરની બેઠસભામાં શૃંગાર કરેલા દેહવાળી અને વસ્ત્રાભૂષણથી સજ્જ થયેલી સર્વ રાણીઓ તમારી પાસે આવે અને જે કોઈ જલદી તમને પોતાની દૃષ્ટિથી જિતે, તે મને જણાવો.” તે પ્રમાણે કરતાં શિવાદેવી સિવાય તમામ રાણીએ અધોમુખ કર્યું. એટલે રાજાએ અભયને કહ્યું કે, “તારી માતા સરખી શિવાએ મને જિત્યો.” એટલે અભયે કહ્યું કે, “એક આઢકપ્રમાણ બલિ ગ્રહણ કરી, વસ્ત્રરહિતપણે રાત્રે તે શીવાદેવી કોઈ ગવાક્ષ વગેરે સ્થળમાં ભૂત ઊભું થાય, તેના 20 મુખમાં બલિદૂર ફેંકે તો અશિવ શાંત થાય.” તેમ કર્યું. એટલે અશિવ-ઉપદ્રવ શમી ગયો. ત્યારે ચોથું વરદાન મેળવ્યું. અભયે વિચાર્યું કે “પારકા ઘરે કેટલા દિવસ સુધી રોકાઈ રહેવું ? મારે મારી જાતને છોડાવવી જોઈએ.' તેથી પૂર્વે જે વરદાનની થાપણ રાખેલી, તે રાજા પાસેથી માગે છે. તે આ પ્રમાણે “અનલગિરિ હાથી પર આપ મહાવત બનો, અગ્નિભી રથમાં લાકડાં ભરીને શિવાદેવીના ખોળામાં બેસી 25 હું અગ્નિમાં પ્રવેશ કરું.’ - આવી મારી છેલ્લી ઇચ્છા છે, તો આપેલા વચનનું પાલન કરો. એટલે પ્રદ્યોતે વિચાર્યું કે, હવે અભય પોતાના સ્થાને જવા માટે ઉત્કંઠિત થયો છે. એટલે મોટા સત્કાર કરવા પૂર્વક અભયને વિસર્જિત કર્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે, “તમે મને ધર્મના નામે કપટથી અહીં અણાવ્યો છે. જો હું દિવસના સૂર્યની સાક્ષીએ પ્રદ્યોત હરાય છે એ રીતે બૂમ બરાડા પાડતાં તમને નગરીલોક-સમક્ષ બાંધીને ન હરી જાઉં, તો મારે અગ્નિમાં પ્રવેશ કરવો.’ 30 આવી પ્રતિજ્ઞા કરીને રાજગૃહમાં પહોંચ્યો. કેટલાક દિવસ ત્યાં રોકાઈને પછી સમાન આકૃતિવાળી

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418