Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 412
________________ ४०३ પરિશિષ્ટ-૨ બીજાનો વિયોગ સહન કરી શકતા નહોતા. તે પાંચે જણા પ્રતિવર્ષ અનુક્રમે એક એકના શહેરમાં જઈને એકટા રહેતા હતા. એ પ્રમાણે એક વખત પાંચે રાજાઓ કાંપિલ્યપુરમાં એકઠા મળ્યા હતા. તે વર્ષે બ્રહ્મ રાજા મસ્તકના વ્યાધિથી પરલોકવાસી થયા. તે વખતે બ્રહ્મદત્ત કુમાર બાર વર્ષની લઘુવયનો હતો. તેથી ચારે મિત્રોએ વિચાર્યું કે આપણા પ્રીતિપાત્ર, પરમમિત્ર બ્રહ્મરાજા પંચત્વ પામ્યા છે અને 5 તેનો પુત્ર નાનો છે, માટે આપણામાંથી એકેક જણે દર વર્ષે આ રાજ્યની રક્ષા કરવા માટે અહીં રહેવું.' એ પ્રમાણે વિચાર કરી દીર્ઘરાજાને ત્યાં મૂકી બીજા ત્રણ રાજાઓ પોતપોતાને નગરે ગયા. દીર્ઘરાજાએ ત્યાં રહેતાં બ્રહ્મરાજાના અંતઃપુરમાં જતાં આવતાં એક દિવસ ચલણીરાણીને નવયૌવના જોઈ, તેથી તે કામરાગથી પરાધીન થયો. ચુલણી પણ દીર્ઘરાજાને જોઈને રાગવતી થઈ. બંનેને પરસ્પર વાતચીત થતાં મહાન કામરાગ ઉત્પન્ન થયો. તેથી તે બંનેને પરસ્પર શરીરસંબંધ થયો. 10 અનુક્રમે દીર્ઘરાજા પોતાની સ્ત્રીની માફક ચલણી રાણીની સાથે ભોગ ભોગવવા લાગ્યો. તેણે કોઈનો ભય ગણ્યો નહિ. લોકાપવાદનો ડર પણ તજી દીધો. ધનુનામના વૃદ્ધમંત્રીએ આ બધી હકીકત જાણી, તે મનમાં વિચારવા લાગ્યો કે ‘અરેરે ! આ દુષ્ટ, દીર્ઘરાજાએ બહુ જ અવિચારી કાર્ય કર્યું. અન્ય ત્રણ મિત્રોએ પણ શો વિચાર કરીને આને રાજ્યનો અધિકાર સોંપ્યો ? એમણે પણ વિપરીત કાર્ય કર્યું. આ દીર્ઘ, રાજા પોતાના મિત્રની સ્ત્રીની સાથે વ્યભિચાર કરતાં લજ્જા 15 પણ પામતો નથી.' એ પ્રમાણે વિચારી ઘરે આવી પોતાના પુત્ર વરધનુને આ હકીકત જણાવી. તેણે જઈને બ્રહ્મદત્તને આ ખબર કહી. તે સાંભળી બ્રહ્મદત્ત અતિક્રોધિત થઈ રક્ત નેત્રવાળો થયો. પછી દીર્ઘરાજા સભામાં બેઠો અને તે વખતે સભામાં જઈને કોયલ અને કાગડાનો સંગમ કરાવી કહેવા લાગ્યો કે ‘અરે દુષ્ટ કાગ ! તું કોકિલની સ્ત્રી સાથે સંગમ કરે છે એ અતિ અયુક્ત છે. આ તારું અયોગ્ય આચરણ સહન કરીશ નહિ’. એમ કહી કાગને હાથમાં પકડી મારી નાખ્યો 20 અને લોક સમક્ષ કહ્યું કે ‘જે કોઈ આવું દુષ્ટ કાર્ય મારા નગરમાં કરે છે અથવા ક૨શે તેને હું સંહન કરીશ નહિ'. એ સાંભળીને દીર્ઘરાજાએ ચુલણીરાણીને કુમારની તે હકીકત જણાવી. ત્યારે ચુલણીએ કહ્યું કે ‘એ તો બાલક્રીડા છે, તેનાથી શું બીઓ છો ? માટે સ્વસ્થ થાઓ.’ એ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થતાં ફરીથી બ્રહ્મદત્તે દીર્ઘરાજાની સમક્ષ હંસીને બગલાનો સમાગમ કરાવી પૂર્વવત્ જનસમૂહની આગળ કહ્યું. ભયથી આકુળ થયેલા રાજાએ ચુલણીરાણીને કહ્યું કે ‘તારા 25 પુત્રે આપણાં બેના સંબંધની હકીકત જાણી છે, તેથી આપણો નિઃશંક સમાગમ હવે શી રીતે થઈ શકે ? માટે તું તેને મારી નાખ, જેથી આપણે નિર્ભયપણે વિષયરસનો આસ્વાદ અનુભવીએ.' ચુલણીએ વિચાર્યું કે ‘હું આવું અકાર્ય કેવી રીતે કરું ? પોતાના હાથે પોતાના પુત્રને મારી નાંખવો એ તદ્દન અયોગ્ય છે.' દીર્ઘરાજાએ ફરીથી રાણીને કહ્યું કે ‘કુમારને મારી નાંખ, નહિ તો તારી સાથેના સંબંધથી સર્યું.’ એ સાંભળીને રાણીએ વિચાર કર્યો કે વિષયસુખમાં વિઘ્ન કરનાર આ પુત્ર શા કામનો ? માટે તેને અવશ્ય મારી નાંખવો જોઈએ, પછી ચુલણીએ વિચાર કર્યો કે ‘આ પુત્રને પણ મારવો અને યસની પણ રક્ષા કરવી જોઈએ, માટે પુત્રને મોટા મહોત્સવથી પરણાવી 30

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418