Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 411
________________ ૪૦૨ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૪) બે ગણિકા-પુત્રીઓને સાથે લઈને વેપા૨ ક૨વા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીનો વેષ ધારણ કરીને ઉજ્જયિનીમાં અપૂર્વ દુર્લભ પદાર્થોનો વેપાર શરું કર્યો. રાજમહેલના માર્ગે રહેવાનો એક બંગલો રાખ્યો. પ્રદ્યોતરાજાએ કોઈક દિવસે વિશેષ પ્રકારના વસ્ત્રાભૂષણની સજાવટ કરેલી તે બંને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી દેખી. વિશાળ ઉજ્જવલ પ્રસન્ન દૃષ્ટિથી બંનેએ રાજા તરફ નજર 5 કરી. તેના ચિત્તને આકર્ષવા માટે મંત્ર સમાન બે હાથ જોડી અંજલિ કરી. તેના તરફ આકર્ષાયેલા મનવાળો તે રાજા પોતાના ભવન તરફ ગયો. પરસ્ત્રી લોલુપતાવાળા રાજાએ તેમની પાસે તી મોકલી. કોપાયમાન થયેલી એવી તે બંનેએ દાસીને હાંકી કાઢતાં કહ્યું કે, ‘રાજાનું ચરિત્ર આવું ન હોઈ શકે.' ફરી બીજા દિવસે આવીને દાસી પ્રાર્થના કરવા લાગી, તો રોષવાળી તેમણે તિરસ્કાર કર્યો. વળી કહ્યું કે, ‘આજથી સાતમાં દિવસે અમારા દેવમંદિરોમાં યાત્રામહોત્સવ થશે, ત્યાં અમારો 10 એકાંત મેળાપ થશે, કારણ કે અહીં તો અમારું ખાનગી રક્ષણ અમારા ભાઇ કરે છે.' હવે અભયકુમારે પ્રદ્યોતરાજા સરખી આકૃતિવાળા એક મનુષ્યને ગાંડો બનાવીને લોકોને કહ્યું કે, આ મારો ભાઈ દૈવયોગે આમ ગાંડો બની ગયો છે. હું તેની દવા-ઔષધ-ચિકિત્સા કરાવું છું. બહાર જતાં રોકું છું. તો પણ નાસી જાય છે. વળી ઉંચકીને રાડારોળ કરતાં તેને પાછો લાવું છું. ‘અરે ! હું ચંડપ્રદ્યોતરાજા છું, આ મારું હરણ કરે છે' એમ વચન બોલતા તેને 15 અભયે લોકોને વિશ્વાસમાં લીધા. સાતમાં દિવસે તે ગણિકાપુત્રીઓએ દૂતી મોકલાવીને એમ સંદેશો કહેવરાવ્યો કે, ‘રાજાએ મધ્યાહ્ન-સમયે અહીં એકલાએ જ આવવું.'. કામાતુર રાજા પરિણામનો વિચાર કર્યા વગર ગૃહગવાક્ષની ભિત્તિ દ્વારા આવ્યો. આગળથી કરેલી ગોઠવણ પ્રમાણે મજબૂત પુરુષોએ તેને સખત બાંધ્યો. પલંગમાં સૂવરાવી દિવસના સમયમાં જ બૂમ પાડતો હોવા છતાં અભયે કહ્યું કે, ‘આ ગાંડા ભાઇને વૈદ્યની શાળામાં લઈ જાઉં છું.' એ પ્રમાણે અસંબંધ બોલતા 20 રાજાને વાયુસરખી ગતિવાળા અશ્વો જોડેલા રથમાં બેસારીને જલદી રાજગૃહમાં પહોંચાડ્યો. શ્રેણિક રાજા તલવાર ઉગામીને તેના તરફ દોડે છે, ત્યારે અભયે તેમને રોક્યા. ‘તો શું કરવું ?’ એમ પૂછતાં કહ્યું કે, ‘આ મહાપ્રભાવક અને ઘણા રાજાઓને માનનીય છે, માટે સારો સત્કાર કરીને તેમને નગરીમાં પહોંચાડવા.' તેમ કરવાથી બંનેનો સ્નેહ વૃદ્ધિ પામ્યો. અભયકુમારની આવા આવા પ્રકારની પારિણામિકી બુદ્ધિ હતી. (કૃતિ ઉપદેશપદભાષાન્તરમાંથી ઉદ્ધૃત) * પારિણામિકબુદ્ધિ ઉપર અમાત્યનું દૃષ્ટાન્ત 25 — (ગા. ૯૪૯માં આપેલ અમાત્યકથાનો વિસ્તાર) કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામે રાજા હતો. તેને ચલણી નામે રાણી હતી. તેની કુક્ષિથી ચૌદ સ્વપ્રવડે સૂચિત પુત્ર જન્મ્યો. તેનું બ્રહ્મદત્ત નામ પાડવામાં આવ્યું. હવે બ્રહ્મરાજાને બીજા 30 ચાર રાજાઓ મિત્ર હતા. પહેલો કર્ણરદત્ત નામે કુરુદેશનો રાજા, બીજો કાશીદેશનો અધિપતિ કટકદત્ત નામે રાજા, ત્રીજો કોશલપતિ દીર્ઘ નામે રાજા અને ચોથો અંગપતિ પુષ્પસૂલ નામે રાજા હતો. પાંચમો પોતે હતો. એ પાંચેને પરસ્પર અતિગાઢ મિત્રતા હતી. તેઓ ક્ષણ માત્ર પણ એક

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418