Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 408
________________ પરિશિષ્ટ-૨ ૨ ૩૯૯ પરિશિષ્ટ-૨ ( પારિણામિકબુદ્ધિ ઉપર અભયકુમારનું દૃષ્ટાન્ત પર (ગા. ૯૪૯માં આપેલ કથાનકનો વિસ્તાર) રાજગૃહનામના નગરમાં જગતમાં પ્રસિદ્ધ શ્રેણિકનામના રાજા હતા. તેને ચાર પ્રકારની બુદ્ધિવાળો, ચારેબાજુ જેનો યશ વિસ્તરેલો છે એવો અભયનામનો પુત્ર મંત્રીરૂપે હતો. હવે 5. ઉજ્જયિનીનગરીના ઘણા સૈન્ય પરિવારથી યુક્ત પ્રદ્યોતરાજા રાજગૃહને ઘેરી લેવા આવતો હતો. આથી ચિત્તમાં ભય વહન કરતાં શ્રેણિરાજાને અભયમંત્રીએ કહ્યું કે, “તમે થોડી પણ બીક ન રાખશો, હું તેઓને હમણાં જ હાંકી કાઢું છું.” પ્રદ્યોતરાજાને લડવા આવતા જાણીને, તેમની સાથે આવનારા બીજા ખંડિયારાજાનાં પડાવ-સ્થાનોની ભૂમિમાં લોઢાના ઘડાઓની અંદર સોનામહોરો ભરીને એવી રીતે દટાવી છે, જેથી કોઈ બીજો મેળવી ન શકે. ત્યાર પછી તેઓ સર્વે આવ્યા 10 અને પોતપોતાના યોગ્ય સ્થાને પડાવ નાખ્યો. પ્રદ્યોતરાજા સાથે શ્રેણિકને મોટો સંગ્રામ થયો. કેટલાક દિવસો પછી અભયે અંતર જાણીને તેની બુદ્ધિનો ભેદ કરવા માટે પ્રદ્યોત ઉપર એક લેખ મોકલ્યો કે – “તમારા સર્વે રાજાઓને શ્રેણિકરાજાએ ઉપકારથી દબાવીને ફોડી નાખ્યા છે. તે સર્વે મળીને તરતમાં જ તમોને શ્રેણિકરાજાને સ્વાધીન કરશે, આ બાબતની જો મનમાં શંકા હોય તો અમુક રાજાના અમુક પ્રદેશમાં તમે ખોદાવીને ખાત્રી કરો.” તેણે ખોદાવીને ખાત્રી કરી તો 15. સોનામહોરો ભરેલા ઘડા જોયા, એટલે એકદમ પ્રદ્યોતરાજા ત્યાંથી નાઠો. શ્રેણિકરાજા તેની પાછળ પડ્યા અને તેનું સૈન્ય વેરવિખેર કરાવી નાંખ્યું. કોઈ પ્રકારે સર્વે રાજાઓ ઉજ્જયિની નગરીએ પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! અમે એવી લાંચ લેનારા અને તમને સોંપી દેનારા અધમ કાર્ય કરનારા નથી, પરંતુ આ સર્વ અભયકુમારનું કાવત્રુ છે. પોતાને પાકી ખાત્રી થઈ, એટલે કોઈક સમયે સભામાં કહેવા લાગ્યો કે – “એવો કોઈ નથી કે, જે અભયને મારી 20 પાસે આણે ?' તેમાં એક ચતુર ગણિકાએ આ બીડું ઝડપ્યું અને સાથે માગણી કરી કે મને સાથે આટલી સામગ્રી આપો. મધ્યમ વયની સાત ગણિકા-પુત્રીઓ, સહાય કરનારા કેટલાક વૃદ્ધપુરુષો, તેમજ માર્ગમાં ખાવા માટે ઘણું ભાથું આપ્યું. પહેલાં આ ગણિકાઓએ સાધ્વીઓ પાસે બનાવટી શ્રાવિકાપણું શીખી લીધું. એમ કર્યા પછી રાજગૃહની બહાર ઉદ્યાનના મંદિરોમાં વંદન-દર્શન કરવા ગયા. ચૈત્ય : ટી કરતાં કરતાં અનુક્રમે અભયકુમારના ઘરદેરાસરમાં આવ્યા અને “નિસીહિ' 25 પૂર્વક પ્રવશ કર્યો. અભયકુમારે પૂછ્યું કે, “ક્યાંથી આવવાનું થયું છે? તેઓએ કહ્યું “અવંતીનગરીમાં અમુક શેઠ મૃત્યુ પામ્યા અને તેમના પુત્રો પણ મૃત્યુ પામ્યા. હું અને આ મારી પુત્રવધૂઓ છે. પતિ મૃત્યુ પામ્યા પછી અમે વૈરાગ્ય પામ્યા છીએ. દીક્ષા લેવાની અભિલાષા થયેલી હોવાથી અને દીક્ષા લીધા પછી અધ્યયન કરવું, વિહારાદિ કરવા વિગેરેમાં રોકાયેલાં રહેવું પડે, જેથી કલ્યાણક ભૂમીઓ-તીર્થભૂમીઓનાં દર્શન-વંદન ન કરી શકાય- આથી અમો ચૈત્યાદિકનાં દર્શન, 30

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418